મીલીબગ (ચીકટો)નું
સંકલિત નિયંત્રણ
સીતાફળ એ એક મીઠું ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળનું વૈજ્ઞાનિક નામ છહર્હહટ્ઠ જૂટ્ઠર્દ્બજટ્ઠ ન્. (એનોના સ્ક્વોમાસા) છે. આ એક ઘણું જ વિપુલ ઉત્પાદન આપતું વૃક્ષ છે. તે બે કે ત્રણ વર્ષમાં ફળો આપવાનું શરૂ કરી દે છે. પાંચ વર્ષનું ઝાડ લગભગ ૫૦ થી ૬૦ ફળો આપે છે. આ ફળ મૂળ અમેરિકાના ઉષ્ણકટિબંધીય ક્ષેત્રનું મનાય છે. ભારતમાં તેનું વાવેતર આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને બિહાર રાજ્યમાં કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં સીતાફળનું વાવેતર મુખ્યત્વે ભાવનગર, અમદાવાદ, ખેડા, જૂનાગઢ અને પંચમહાલ જિલ્લામાં થાય છે. વળી, જૂનાગઢ, સાબરકાંઠા, પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં સીતાફળ કુદરતી રીતે જંગલોમાં થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સીતાફળનો પાક લેવાનું ખેડૂતો વધારે પસંદ કરે છે. કારણકે ઓછા પાણીમાં પણ સીતાફળ સારું ઉત્પાદન આપે છે.
ષ્ આબોહવાઃ સીતાફળને ગરમ, ભેજવાળું અને શિયાળાની શરૂઆતમાં થોડું ઠંડું હવામાન વધારે માફક આવે છે. શુષ્ક વિસ્તારમાં ઉનાળામાં છોડના પાન ખરી પડે છે અને વરસાદ પડે ત્યારે નવાં પર્ણો અને પુષ્પ બેસે છે. જેથી ફળો આૅક્ટોબર-નવેમ્બર માસમાં વૃદ્ધિ પામી પરિપક્વ થાય છે.
ષ્ સીતાફળમાં આવતી જીવતોઃ સૌરાષ્ટÙ વિસ્તારમાં સીતાફળનો પાક લેવાનું ખેડૂતો વધારે પસંદ કરે છે કારણકે ઓછા પાણીમાં પણ સીતાફળ સારું ઉત્પાદન આપે છે. સીતાફળનો પાક ખડતલ હોવાના કારણે તેમાં જીવાતોનો ઉપદ્રવ ઓછો જાવા મળે છે. સીતાફળના પાકમાં મુખ્યત્વે કિટકોમા મીલીબગ, ફળમાખી, ફળ કોરી ખાનાર ઈયળ અને સ્પાયરલીગ વ્હાઈટ ફ્લાયનો સમાવેશ થાય છે. આમ તો આ બધી જ જીવતો વત્તા ઓછા અંશે નુકસાન કરે જ છે. પરંતુ હમણાં થોડા વર્ષોથી એ ધ્યાન પર આવ્યું છે કે મુખ્યત્વે મીલીબગ દ્વારા ઘણું જ નુકસાન થાય છે. એક માહિતી મુજબ આ નુકસાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૮૫% સુધી છે. આમ તો હવે આ જીવાત સામાન્ય રીતે મોટા ભાગના પાકોમાં જાવા મળે છે પરંતુ, આ જીવાત સીતાફળ, જામફળ, આંબળા, કેળ, લીંબુ, દ્રાક્ષ, જાસુદ, કોટોન, ટામેટા અને મરી વગેરેમાં પણ નુકસાન કરે છે.
ષ્ મીલીબગના ઉપદ્રવ માટે અનુકૂળ પરિસ્થિતિઓઃ આ જીવાતને સુકું વાતાવરણ વધારે માફક આવે છે, તેથી જયારે વરસાદ ખેંચાય તેવા સમયે ઉપદ્રવ વધી જતો હોય છે. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત બગીચામાં ઊગી નીકળેલ નિંદામણના છોડ તથા સીતાફળીના રોપા અને અગાઉના વર્ષે ખરી પડેલ નુકસાનવાળા ફળ પરથી થાય છે. ત્યારબાદ તે સીતાફળના ઝાડ ઉપર ચડીને નુકસાન શરૂ કરે છે.
સંકલિત નિયંત્રણ વ્યવસ્થાપનઃ આ જીવાતના અસરકારક નિયંત્રણ માટે નીચે મુજબના ઉપાયો કરવા જાઈએ
(૧) બગીચામાં ચોખ્ખાઈ જાળવવી એટલે કે ખરી ગયેલ પાન તથા ફળો વીણી તેનો નાશ કરવો તેમજ સુકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી નાખવી.
(ર) શેઢા-પાળા પર ઉગતા નિંદામણ તેમજ અન્ય છોડ ખાસ કરીને ગાડર, કાંસકી, જંગલી ભીડી, કોંગ્રેસ ઘાસ વિગેરે ઉપર ચીક્ટો જીવન પસાર કરે છે. તેથી આ પ્રકારના છોડનો સદંતર નાશ કરવો.
(૩) ચીક્ટો ઉપદ્રવિત વિસ્તારમાં વાવણી પહેલા જમીનમાં કલોરપાયરીફોસ ૨ % ભુકી નાખી ખેડ કરવી અથવા હેક્ટરે ૨ લિટર કલોરોપાયરીફોસ ૨૦ ઇસી પિયત વખતે ટીપે ટીપે આપવુ.
(૪) ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી અડધા ફુટની ઉંચાઈએ પોલીથીલીન સીટનો અર્ધાથી પોણો ફૂટ પહોળો પટ્ટો લગાવી તેના પર ગ્રીસ લગાડવું અને છાણ માટીના મિશ્રણથી પટ્ટાની નીચેની કિનારી બંધ કરવી, જેથી આ જીવાતના બચ્ચાંઓ ઝાડ પર ચડતાં અટકાવી શકાય.
(૫) ચોમાસામાં વરસાદ બાદ ઊગી નીકળેલ ઘાસ તથા સીતાફળીના રોપાઓમાં શરૂઆતમાં આ જીવાતનો ઉપદ્રવ જાવા મળે છે. તેથી ઊગી નીકળેલ ઘાસ તથા રોપાઓને ઉપાડીને નાશ કરવો.
(૬) જીવાતનો ઉપદ્રવ ઝાડ પર શરૂ થઈ ગયેલ હોય તો ટ્રાયઝોફોસ ૧૫ મિ.લિ. દવા અથવા કલોરપાયરીફોસ ૨૫ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડના બધા ભાગો બરાબર ભીંજાય તે રીતે વ્યવસ્થિત છંટકાવ કરવો અથવા કવીનાલફોસ ૨૫% ઈ.સી. (૨૦ મિ.લિ./૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો. ત્યારબાદ ૧૫ દિવસે ટ્રાઈઝોફોસ ૪૦% ઈ.સી. ૧૦ મિ.લિ. દવા ૧૦ લિ. પાણી અથવા ફેનોબ્યુકાર્બ ૫૦ ઈસી ૨૦ મિ.લિ., ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારૂં નિયંત્રણ મળે છે. આ દવાઓ સાથે વર્ટીસીલીયમ લેકાની જૈવિક ફુગનો ૪૦ ગ્રામ પાવડર ૧૦ લિ. પાણીમાં અથવા બ્યુવેરિયા બાસીયાના ૧.૧૫ (ન્યુનતમ ૧ ટ ૧૦૮ સીએફયુ/ગ્રામ) ૦.૦૦૭% (૬૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ઉમેરી વાપરવાથી વધુ અસરકારક પરિણામો જાવા મળેલ છે. દવાનો છંટકાવ ઉપદ્રવ શરૂ થયે તુરંત જ કરવો જાઈએ. જીવાત મોટી થયા પછી તેના શરીર પર મીણયુકત આવરણ હોવાથી દવાની અસરકારકતા ઓછી રહે છે. તેથી બધી જ દવાઓ સાથે કપડા ધોવાના પાવડરનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે.
(૭) આ જીવાતનો ઉપદ્રવ ટપક પધ્ધતિથી (ડ્રીપ ઈરીગેશન) આપેલ પિયતવાળા બગીચા કરતાં ખામણામાં આપેલ રેડ (રેલાવીને) પિયતવાળા બગીચામાં ઓછો જાવા મળે છે. તો તે પ્રમાણે કાળજી લેવી.
(૮) આ જીવાતના ઉપદ્રવની શરૂઆત હોય ત્યારે એકાદ ભારે રેડ પિયત આપવું જેથી જમીનમાં ઈંડામાંથી નીકળતા જીવાતના બચ્ચાંઓનો નાશ થાય.
(૯) મીલીબગના કુદરતી નિયંત્રકો જેવા કે પરભક્ષી દાળિયા, ક્રાઈસોપા તેમજ પરજીવીઓ મીલીબગને કાબુમાં રાખે છે.
(૧૦) લીમડા આધારીત કીટનાશક ૩૦ મિ.લિ. (૧ ઇસી) થી ૬૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની રોગપ્રેરક ફૂગ ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
(૧૧) ફળની છેલ્લી વીણી બાદ ઝાડ ઉપરના ઉપદ્રવિત તથા સુકા ફળો વીણી તેનો નાશ કરવો.