સૂક્ષ્મ તત્વોની ઉણ૫ના સામાન્ય ચિન્હો
ક્રમ સુક્ષ્મ તત્વો ઉણ૫નાં ચિન્હો
૧ લોહ ખુલતા ઉ૫રનાં પાનમાં વચલો ભાગ પીળાશ ૫ડતો લીલો હોય અને ધોરી નસ લીલી રહે છે. પાનમાં જાદા જાદા રંગના ચિન્હો દેખાય છે. વિકટ ૫રિસિ્થતીમાં અતિશય ખામીને લીધે છેલ્લે પાન સફેદ થઈ જાય છે. કુમળા નાના પાનની વૃÎધિ અટકે છે. પાન પીળાશ ૫ડતા ફીકકા રંગના જાવા મળે. પાનની આંતર શીરાનો ભાગ પીળો દેખાય તથા ધોરી નસો (શીરાઓ) લીલી જાવા મળે. પાન ૫ર વિશિષ્ટ ડાઘા ૫ડતા નથી.
૨ જસત જસતની ઉણ૫થી છોડ નબળો જણાય, પાન પીળા ૫ડે, પાન ૫ર કાટના ડાઘા દેખાય તથા ટૂંકી આંતરગાંઠો, છોડનું બટકા૫ણુ, દાણા ન ભરાવા, પાનનું ખરવું તેમજ નવા પાન નાના અને ઝુમખામાં આવે છે.
૩ તાંબુ આંતરિક શિરા વચ્ચેનો ભાગ
પીળાશ ૫ડતો થઈ જાય છે. ભૂરા લીલા રંગના પાન થઈ જાય છે. ઘણી વખત પાન તેનો રંગ ગુમાવે છે, પાન કરમાઈ જાય છે. પાનની ટોચ સૂકાઈ જાય છે. છોડના ઉ૫રના પાનની ટોચ સફેદ રંગની સુકાયેલી જાવા મળે. આછા પીળાશ ૫ડતા લીલા પાનની આંતરશીરાનો ભાગ પીળો દેખાય. પાન ચીમળાઈને વળી ગયેલુ જાવા મળે તથા પાન જલ્દીથી તૂટી જાય અને ખરી ૫ડે.
૪ મેંગેનીઝ છોડમાં નવા ઉગતા પાન ફીકકા ૫ડે છે. વચ્ચેના જુના પાન પીળાશ ૫ડતાં રાતા થાય છે. તેના ઉ૫ર ત૫ખીરીયા રંગની ભાત ૫ડે છે. નાનામાં નાની શીરા ૫ણ લીલી રહે છે. છોડના કુમળા પાન પીળા દેખાય તથા પાનની નસો ઘાટી લીલી જાવા મળે અને નસો વચ્ચેનો ભાગ પીળો દેખાય. વચ્ચેના પીળા પાન ૫ર રતાશ ૫ડતા ત૫ખીરીયા રંગની ભાત અને પાનની નાનામાં નાની શીરા લીલી દેખાય.
૫ મોલીબ્ડેનમ પાન પીળાશ ૫ડતાં લીલા અને ફીકકા જણાય છે. પાનનો અગ્રભાગ ચાબુક જેવો આકાર ધારણ કરે છે. પાનનાં કોકડા વળી જાય છે. પાનની કિનારી તૂટી જાય છે. કયારેક અસરયુકત ડાળી નીચેથી ગુંદરીયો રસ ઝરે છે. છોડના પાનનો અગ્રભાગ ચાબૂક જેવો આકાર ધારણ કરે છે. પાન વધુ ૫ડતા લીલા અને ફીકકા જણાય છે.
૬ બોરોન છોડના ઉ૫રના કુમળા પાન ઝીણા રહે છે તથા છોડના નવા પાન કોફી કલરના થઈ જાય છે. ઉગતી કળી આજુબાજુના પાન નીલવર્ણા થઈ જાય છે, પાનની ધાર, કું૫ળ અને ટોચ ઉ૫ર વિશેષ અસર થાય છે અને બળતી લાગે છે. વિકાસ રૂંધાય છે અને દાણા બેસતા નથી. સુગરબીટમાં હાર્ટરોગ, કોબીમાં હોલો સ્ટેમરોગ થવા જે બોરોનની ઉણ૫થી થાય છે.
સુક્ષ્મ તત્વોની ઉણ૫ સહેલાઈથી વર્તાય તેવા શાકભાજીના પાકો
લોહ કોબી, ફલાવર, ટામેટા
મેંગેનીઝ મૂળા, વાલ, વટાણા, ડુંગળી, ગાજર, સુગરબીટ
જસત ડુંગળી
તાંબુ કોબીજ, ફલાવર, કાકડી, તૂરીયા, ડુંગળી, ટામેટા, બીટરૂટ
બોરોન સુગરબીટ, કોબી, ફલાવર, બટાટા
મોલીબ્ડેનમ ચોળા, કોબીજ, કોબીફલાવર, કાકડી, સુગરબીટ
કેટલાક પાકો અમુક સુક્ષ્મ તત્વોની ઉણ૫ની અસર ઝડ૫થી બતાવતા હોય છે. સુક્ષ્મ તત્વોની અછત પ્રત્યેની સહન ક્ષમતા જુદા-જુદા પાક અને તેની જાત ઉ૫ર આધાર રાખે છે. સુક્ષ્મ તત્વોની ઉણ૫ સહેલાઈથી વર્તાય તેવા શાકભાજીના પાકો નીચે મુજબ છેઃ-
સુક્ષ્મ તત્વોના ઉણ૫નું નિવારણ
જમીનમાં જે પોષક તત્વોની ઉણ૫ વર્તાતી હોય તેની પ્રમાણસર અને સમયસર જમીનમાં પૂર્તિ કરવાથી અથવા ઉભા
પાક ૫ર છંટકાવ કરવાથી ફાયદાકારક અસર થાય છે. જુદા જુદા સુક્ષ્મ તત્વોનાં સપ્રમાણ સંયોજીત મિશ્રણ અને ચીલેટ સ્વરૂ૫માં સુક્ષ્મ તત્વોની પૂર્તિ કરી શકાય છે. સામાન્ય રીતે સુક્ષ્મ તત્વોની પૂર્તિ જમીન ઉ૫ર છંટકાવ કરવા કરતા દ્રાવણ સ્વરૂ૫માં પાક ઉ૫ર છંટકાવ કરવાથી જલ્દીથી સુક્ષ્મ તત્વોની ઉણ૫ નિવારી શકાય છે. જા કે આ પૂર્તિ થોડા સમય
પૂરતી હોવાથી સુક્ષ્મ તત્વો દ્રાવણ સ્વરૂપે એક થી વધારે વખત અમુક સમયાંતરે છંટકાવ કરવો જાઈએ. વધારે પ્રમાણમાં છંટકાવ કરવાથી પાકને નુકસાન ન ૫હોંચે તે માટે જરૂરી કાળજી રાખવી જાઈએ. તથા ભલામણ કરેલો જથ્થાનો જ છંટકાવ કરવો જાઈએ. જા જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વોનું પ્રમાણ ઓછુ હોય અને તેની પૂર્તિ કરવામાં ન આવે તો તેની ઉણ૫ જાવા મળે છે. તે માટે જમીનનું ૫ૃથ્થ્કરણ કરાવવું જરૂરી છે. જા સુક્ષ્મ તત્વોની ઉણ૫ જમીન ચકાસણીથી નકકી કરવામાં આવી હોય તો તે સુક્ષ્મ તત્વોની પૂર્તિ જે તે પાકમાં પાયાનાં ખાતર સાથે પ્રમાણસર આપી દેવુ જાઈએ. જેથી છોડમાં તત્વની ખામી નિવારી શકાય.