સુચિત ઉંચી જંત્રીની ભલામણ સુચવતી રાજ્ય સરકાર ખુદ સરકારી પરિપત્રનુ ઉલંઘન કરી રહી છે, ઉંચી જંત્રીની ભલામણ રાજયના વિકાસને અવરોધનારી અને આમ નાગરિકની આર્થિક રીતે કમર તોડનારી બની રહેશે, માટે સદરહુ સુચિત જંત્રીનો કોંગ્રેસ સખત વિરોધ કરે છે.
૨૦૧૧ ના જંત્રી વધારાના પરિપત્ર મૂજબ વાર્ષિક ૮% વધારો સુચવેલ છે, તે મુજબ દર વર્ષે ૮ % મુજબ વધારો કરેલ નહી અને ૧૩ વર્ષ બાદ સીધો ૨૦૦૦ % સુધી જંત્રી વધારો કરવાની ભલામણ એ ક્યા પ્રકારનો વહીવટ છે ? રાજ્ય સરકાર જંત્રીના પરિપત્ર મુજબ વર્ષે ના ૮% વધારા મુજબ ૧૩ વર્ષની ૧૦૪ % જંત્રી વધારો કરવા સરકાર વિચારી શકે છે. એક સાથે ૨૦૦૦ % સુધીનો જંત્રી વધારો સુચવવો એ ગુજરાતના વિકાસને અવરોધનારો નિર્ણય છે.
રાજ્ય સરકાર સ્વસ્થ બને જંત્રી એ સ્ટેમ્પ ડયુટી છે ટેક્સ નથી, ડ્યુટી અને ટેક્ષમા તફાવત છે, ટેક્ષ સરકાર માટે સરકાર ચલાવવાનુ સાધન છે પરંતુ ડ્યુટીને આવકનુ સાધન ન બનાવો, ડ્યુટી એ જનતાની સંપતિના કાગળો અને રેકર્ડના રખ રખાવ ખર્ચ માટેનુ ભંડોળ હોય છે. અને સ્ટેમ્પ ડયૂટી ગૂજરાત સરકારની આવક છે, લોંગ ટર્મ ટેક્સ ભારત સરકારની આવક છે,
આમ જ્યારે સરકાર સરકારી જમીન તેના માનીતાઓને ભેટ દેવી હોય ત્યારે જંત્રીના ભાવને અવગણી કલેકટર કે ઉચ્ચ અધિકારીઓની સમિતી-કમિટી સગઠન કરી, રાજયની જનતાના વિશાળ લાભોને કાગળ ઉપર ઉતારીને પાણીના ભાવે સમર્પણ કરવામા આવે છે. અને આવી કરોડો ચો.મીટર જમીનો સરકારી રેકર્ડમાથી ઓછી થઈ છે.
આમ રાજ્ય સરકારે સુચવેલ નવી જંત્રી મંદીને આમંત્રણ આપનારી, રાજ્યના ધંધા રોજગાર બંધ કરનારી અને મોંઘવારી વધારનારી સાબિત થશે.