ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું પૃથ્વી પર પરત ફરવાનું ફરી મોકૂફ રાખવામાં આવ્યું છે. યુએસ સ્પેસ એજન્સી, નાસાએ મંગળવારે જાહેરાત કરી હતી કે સુનીતા અને તેના સાથી અવકાશયાત્રી, બૂચ વિલ્મોરને માર્ચ ૨૦૨૫ પહેલા પાછા લાવવું શક્ય બનશે નહીં. બંને અવકાશયાત્રીઓ જૂન ૨૦૨૪ થી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે, તેમનું અઠવાડિયાનું મિશન આઠ મહિના સુધી ખેંચાઈ ગયું. નાસાએ અગાઉ કહ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૨૫માં સુનિતા અને બૂચને પરત લાવવા માટે એક અવકાશયાન સ્પેસ સ્ટેશન પર જશે. જા કે, હવે નવીનતમ અપડેટમાં, નાસાએ કહ્યું છે કે તે અવકાશયાન માર્ચ ૨૦૨૫ ના અંતિમ દિવસો પહેલા લોન્ચ કરવામાં આવશે નહીં. મતલબ કે સુનીતા અને બૂચને હવે વધુ એક મહિનો અવકાશમાં રહેવું પડશે.
નાસાએ સુનીતા અને બુચને પરત લાવવાની જવાબદારી એલોન મસ્કની કંપની સ્પેસએક્સને આપી હતી. બંને અવકાશયાત્રીઓ ક્રૂ-૧૦ ડ્રેગન કેપ્સ્યુલ મારફતે પરત ફરશે. મંગળવારે, નાસાએ કહ્યું કે ક્રૂ-૧૦ માર્ચ ૨૦૨૫ પહેલા લોન્ચ કરવામાં આવશે નહીં. એક બ્લોગ પોસ્ટમાં, નાસાએ કહ્યું, ‘આ ફેરફારથી નાસા અને સ્પેસ ટીમોને મિશન માટે નવા ડ્રેગન અવકાશયાન પર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમય મળ્યો છે.’
અહેવાલ મુજબ, જૂના ક્રૂને સ્પેસ સ્ટેશન પર પાછા લાવવામાં આવે તે પહેલાં, નવા ક્રૂને લોન્ચ કરવાની જરૂર છે. આગામી મિશનનું લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ Âસ્ટચે જણાવ્યું હતું કે, ‘નવા અવકાશયાનનું બનાવટ, એસેમ્બલી, પરીક્ષણ અને અંતિમ સંકલન એ એક કપરી પ્રક્રિયા છે જેમાં ઘણી વિગતોની જરૂર પડે છે.’
નાસાના બંને અવકાશયાત્રીઓ ૫ જૂને સ્ટારલાઈનર પર એક અઠવાડિયાના મિશન પર સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. તેની ઉડાન દરમિયાન જ અવકાશયાનમાં કેટલીક ખામીઓ જાવા મળી હતી. એકવાર આઇએસએસ પર ડોક કર્યા પછી, સ્ટારલાઈનરને હિલીયમ લીક અને તેના થ્રસ્ટર્સ સાથે સમસ્યાઓ હોવાનું જાણવા મળ્યું હતું. નાસા અને બોઇંગ વચ્ચેના ઝઘડા પછી, સ્ટારલાઇનરને પૃથ્વી પર ખાલી લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
મસ્કની કંપની સ્પેસએક્સે સુનીતા અને બૂચને પૃથ્વી પર પાછા લાવવા માટે મદદની ઓફર કરી હતી. કંપની તેની ક્રૂ-૯ ડ્રેગન કેપ્સ્યુલમાં બે સીટો ખાલી કરવા સંમત થઈ છે. આ અવકાશયાન તેમને ફેબ્રુઆરી ૨૦૨૫માં પૃથ્વી પર પાછું લાવશે. પરંતુ, નાસાની તાજેતરની જાહેરાત સૂચવે છે કે બંને અવકાશયાત્રીઓ માર્ચ પહેલા પરત ફરી શકશે નહીં. સુનિતાએ એપ્રિલની શરૂઆત સુધી રાહ જાવી પડી શકે છે!
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર, બંને અનુભવી અવકાશયાત્રીઓ છે. વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો સાથે, આ બંને પોતાને તણાવમુક્ત રાખવા માટે ઘણી મનોરંજક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ રહ્યા છે. તેઓએ ત્યાં ‘થેંક્સગિવિંગ’ તહેવાર ઉજવ્યો હતો અને હવે ક્રિસમસની તૈયારીઓ કરી રહ્યા છે. આ પ્રસંગે, બંને અવકાશયાત્રીઓ તેમના પરિવાર અને મિત્રો સાથે વીડિયો કોલ પર વાત કરશે.