(એ.આર.એલ),ડાકોર,તા.૧૫
ખેડા જિલ્લાના ડાકોરમાં ભગવાન રાજા રણછોડરાય દ્વારકા છોડીને ડાકોર આવ્યાના ૮૬૯ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ મંદિરે ગુજરાત સહિત દેશભરમાંથી લાખો હરિભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ડાકોરના ઠાકોરની ધજા ચઢાવવાનું પણ અનેરો મહિમા રહેલો છે. અહીં જા કોઈ હરિભક્તોને ધજા ચઢાવવું હોય તો ૫૦૦ રૂપિયા ભરીને શિખર ઉપર ધજા ચડાવી શકે છે. પરંતુ હવે સૌ કોઈ હરિભક્તો ધજા ચડાવી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાય મંદિર ટેમ્પલ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયમાં આજે દેવ દિવાળીના દિવસથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ હરિભક્તોને હવે શિખર પર ધજા ચડાવી શકે તે પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિર ઉપર પહેલા ધજા ચડાવવા માટે હરિભક્તોએ ૫૦૦નો લાગો ભરવો પડતો હતો. જેથી કેટલાક ભક્તો ધજા ચઢાવવા માટે વંચિત રહેતા હતા. હવે રાજા રણછોડરાયના મંદિરે સૌ કોઈ હરિભક્તો યથાશÂક્ત ભેટ ચડાવી નાના શિખર ઉપર ધજા ચઢાવી શકશે. આ અંગે મંદિર દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.