જેને સીધો કરવા અને ટ્રાફિક હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચએઆઇની ટીમ પહોંચી હતી. પરંતું કામગીરી દરમિયાન સ્પીડમાં આવતા ટ્રકે ટ્રાફિક પોલીસ વાન,એનએચએઆઇની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી સ્થળ પર જ વાહન મુકી ચાલક ફરાર થયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કામરેજના નવાગામ પાસે માતેલા સાંઢની જેમ આવેલા ટ્રક એ વાહનોને અડફેટે લીધા હતા. નવાગામ બ્રિજ ઉપર એક પીક અપ બોલેરો પલટી મારી ગયો હતો, જેને સીધો કરવા તેમજ ટ્રાફિક હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચએઆઇ વિભાગની ટીમ પહોંચી હતી. ટ્રાફિક પોલીસ અને એનએચએઆઇ વિભાગની ટીમ કામ કરી રહી હતી, તે દરમિયાન પૂરઝડપે ટ્રક આવી હતી. જેણે ટ્રાફિક પોલીસ વાન, એનએચએઆઇની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધા હતા.
ટ્રકે બે પોલીસ કર્મચારી સહિત કુલ ચાર લોકોને અડફેટે લીધા હતા. સમગ્ર ઘટનામાં ગંભીર ઈજાઓના કારણે અકસ્માતગ્રસ્ત પીકઅપ બોલેરો ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી સ્થળ પર વાહન મૂકી ટ્રક ચાલક ભાગી ગયો.
એ યાદ રહે કે ઊંઝા સિદ્ધપુર હાઈવે પર મક્તુપુર નજીક મોડી રાતે ખાનગી લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માત એટલો ગંભીર હતો કે, ૧૭ જેટલા લોકો ઘાયલ થયા હતા. તો આ અકસ્માતમાં ૨ લોકોના મોતના સમાચાર મળ્યા છે. બાલોતરાથી સુરત જતી ખાનગી લક્ઝરીને અકસ્માત નડ્યો હતો. અક્સ્માત બાદ ઘાયલોને જુદી જુદી હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી હતી.