સુરતમાં એક નાઇજીરીયન યુવતી પાસેથી ૧.૪૯ કરોડ રૂપિયાના કોકેન જપ્ત કરવાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. કોકેઈનના ગુનામાં એક નાઈજીરીયન છોકરીની અટકાયત બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, વિસ્ફોટક માહિતી મળી કે આ નાઇજિરિયન છોકરીનો વિઝા નકલી હતો.એસએમસીએ નવસારીથી છોકરીને પકડી હતી. યુવતીએ પોતાની નાગરિકતા બતાવવા માટે નકલી વિઝા સ્ટીકરો ચોંટાડ્યા હતા.એસએમસીની તપાસ દરમિયાન નાઇજીરીયન યુવતીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ડ્રગ્સની હેરાફેરી ઉપરાંત, નકલી દસ્તાવેજા તૈયાર કરવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
૧૭ ફેબ્રુઆરીના રોજ, નાઇજીરીયન છોકરી માર્ગારેટ નેશનલ હાઇવે પરથી કોકેન સાથે પકડાઈ હતી. એસએમસીને માહિતી મળી હતી કે મોટા પાયે ડ્રગ્સની દાણચોરી થવા જઈ રહી છે. અને આ માહિતીના આધારે એસએમસીએ નવસારી નજીક દેખરેખ રાખી. જ્યારે એક મહિલાનું વર્તન શંકાસ્પદ લાગ્યું, ત્યારે તેને પકડી લેવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે તે મહિલા નાઇજિરિયન છોકરી હતી અને તેની પાસેથી ૧૪૯.૫૧૦ ગ્રામ કોકેન મળી આવ્યું હતું. મહિલા પાસે કોકેઈન જેવું પ્રતિબંધિત ડ્રગ હોવાનું અને તે વિદેશી નાગરિક હોવાથી, તેના પાસપોર્ટની તપાસ કરવામાં આવી હતી. નાઇજીરીયન મહિલા પાસે જે પાસપોર્ટ હતો તે નકલી હોવાનું બહાર આવ્યું હતું, એટલે કે પાસપોર્ટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. નાઇજીરીયન યુવતીએ ભારતમાં પ્રવેશવા માટે તેના પાસપોર્ટ પર નકલી વિઝા સ્ટીકરો ચોંટાડ્યા હતા. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે મહિલાનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો. અંતે, નાઇજીરીયન મહિલાના કોની સાથે સંબંધો હતા તે શોધવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી.
મુંબઈ નજીકના મીરા રોડમાં રહેતી એક નાઈજીરીયન મહિલાને કોકેઈનનો જથ્થો આપનારા શખ્સને સ્ટેટ મોનીટકીંગ સેલએ મુંબઈથી ઝડપી લીધો છે. જીસ્ઝ્ર ના અધિકારીઓએ માહિતીને આધારે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ નાઈજીરીયન મહિલા મારગ્રેટ એની એમજીબુડોમની રૂ. ૧,૪૩,૬૩,૧૦૦ ના કોકેઈનના જથ્થા સાથે ઝડપી લીધી હતી. તેની પાસેથી પોલીસે ૨ મોબાઈલ ફોન, નાઈજીરીયન પાસપોર્ટ તથા રૂ.૨,૧૦૦ રોકડા પણ કબજે કર્યા હતા. તેની પુછપરછમાં તેને કોકેઈનનો જથ્થો નાઈજીરીયન શખ્સ લુક પીટર ઉર્ફે બોય ફેસ ઉર્ફે ઈમાન્યુએલ ચીકાઉબીયાએ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે એસએમસીના અધિકારીઓની ત્રણ ટીમે નાઈજીરીયન મહિલાને સાથે રાખીને મહારાષ્ટ્રમાં ધામા નાંખ્યા હતા. અંતે ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મુંબઈમાં મધુવન, સેલીબ્રિટી હોટેલ નજીકના આઇસીઆઇસીઆઇ બેન્કના એટીએમ સામેથી ઝડપી લીધો હતો. બાદમાં મીરા ભાયંદર પોલીસને જાણ કરીને જરૂરી કાર્યવાહી કરીને નવસારી લવાયો હતો. આરોપીને નવસારી કોર્ટમાં હાજર કરાતા ૪ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા હતા. આરોપી પાસેથી પોલીસે એક મોબાઈલ અને રૂ.૧૦,૦૦૦ ની કિંમતનો મુદ્દ્‌માલ કબજે કર્યો હતો. જ્યારે નાઈડીરીયન મહિલાને તે સમયે નવસારી કોર્ટમાં હાજર કરાતા તેને સાત દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા હતા.