(એ.આર.એલ),સુરત,તા.૨૭
કેન્દ્ર સરકાર દ્વારા રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. જેના ભાગ રૂપે સુરતમાં વીર નર્મદ યુનિવર્સીટી સંલગ્ન ત્રણ કોલેજા માટે જાબ ફેરનું આયોજન કરાયું હતું. જેમાં ૮૦ થી વધુ કંપનીઓ આવી હતી અને ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ જાબ ફેરમાં ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યા હતા . આ જાબ ફેરનો શુભારંભ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરાવ્યો હતો અને જાબ ઇન્ટરવ્યૂ માટે આવેલા તમામ વિદ્યાર્થીઓને નોકરી લક્ષી અને શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સુરત શહેરમાં યોજાયેલા જાબ ફેરમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સુરતની જે.ડી ગાબાણી આર્ટ્‌સ કોલેજ ,જેબી ધરૂકા કોલેજ અને સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ દ્વારા કેન્દ્ર સરકારના રોજગાર મેળા અંતર્ગત જાબ ફેરનું આયોજન કર્યું હતું.. આ જાબ ફેરમાં વિવિધ ૮૦ જેટલી કંપનીઓ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવા પહોંચી હતી. જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જગ્યાના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા હતા .
આ મેગા જાબ ફેરની શરૂઆત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ જાબની ચિંતા સતાવતી હોય છે. જેથી આવા જાબ ફેર તેમના માટે આશીર્વાદ સમાન બની રહેશે અને અનેક વિદ્યાર્થીઓને જાબ મળી જશે. વધુમાં જણાવ્યું હતું કે અત્યારે સુરતમાં ઓકેશનલ સ્ટડી ખૂબ જરૂરી છે જેવી કે સુરતમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ છે તો તેમના કલાસ હવે યુનિવર્સિટીમાં તેમજ ખાનગી કોલેજમાં પણ શરૂ થયા છે. આ ઓકેશનલ સ્ટડી કરવાથી સ્થાયી વ્યવસાયોમાં નોકરીની ઉત્તમ તક રહે છે અને પોતાની આવડત થતી ખૂબ જ આગળ વધી શકાય છે. એ જાબફેરમાં ૪૨ આઈ ટી કંપની, ૧૦ જેટલી ફાર્મા કંપની અને જેમ્સ એન્ડ જવેલરી સહિતની ૮૦ કંપનીઓ આવી હતી. ખાસ અત્યારે બીબીએ અને બીસીએના વિદ્યાર્થીઓ માટે આ જાબ ફેરમાં ઉત્તમ તક રહેશે.