ધારીના વિરપુરમાં રહેતી એક પરિણીતાને સુરતમાં રહેતા સાસરિયાએ મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ચેતનાબેન નિકુલભાઈ ચોડવડીયા (ઉ.વ.૩૪)એ હાલ સુરતમાં રહેતા મૂળ ધારીના વિરપુર ખાતે રહેતા પતિ નિકુલભાઇ રમેશભાઇ ચોડવડીયા, રમેશભાઇ ચોડવડીયા તથા જયાબેન રમેશભાઇ ચોડવડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓએ શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી, કામકાજ બાબતે મેણાટોણા મારી ગાળો આપી મારકૂટ કરી હતી. તેમજ શરીરે મુંઢ ઇજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ કરિયાવરની પણ માંગણી કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.એમ. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.