સુરતમાં અમરોલી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં હેર એન્ડ શોલ્ડર્સ કંપનીનું નકલી શેમ્પુનું વેચાણ કરતા ૩ માંથી ૧ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. અમરોલી પોલીસને બાતમી મળી હતી કે હેર એન્ડ શોલ્ડર્સ કંપનીનું નકલી શેમ્પુનું ઉત્પાદન થઈ રહ્યું છે. પોલીસે રેડ પાડી એક આરોપીને ઝડપ્યો છે, જેમાં ૨ મુખ્ય સૂત્રધારો ડેનિશ અને જેમીલ નામના બે લોકો ફરાર થઈ જતાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડેનિશ અને જીમીલ નામના બે ઈસમો ૮ વર્ષથી નકલી શેમ્પુ બનાવી વેચાણ કરતા હતા.
ગ્રાહકો વધુ શેમ્પુ ખરીદે તે માટે એક બોટલ પર એક બોટલ ફ્રી જેવી લોભામણી સ્કીમો આપી વેચાણ કરતા હતા. આરોપીઓ પોતાનો કારોબાર ઓનલાઈન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ઈસમો ૮ વર્ષમાં કરોડો રૂપિયાનું શેમ્પુ વેચી ચુક્્યા છે. ગ્રાહકો દુકાનમાંથી ખરીદી કરે તેના કરતા ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરે તે હેતુથી અલગ અલગ સ્કીમથી પણ છેતરપિંડી કરી પૈસા બનાવ્યા હોવાનું ખુલ્યું છે.