સુરતના અલથાણામાં મોબાઇલ સહિત રોકડની ચોરીનો કેસ નોંધાયો છે. નોકરે ત્રણ મોબાઇલ તેમજ રોકડા રૂ. ૧.૨૭ લાખની ચોરી કરી છે. નોકરને ફક્ત ૨૦ દિવસ પહેલા જ કામ પર રાખવામાં આવ્યો હતો. ફરિયાદીનું કુટુંબ લગ્નપ્રસંગમાં ગયું હતું ત્યારે આ ચોરી કરવામાં આવી છે.
આરોપી નોકર ચોરી કરીને ફરાર થઈ ગયો છે. આરોપી સામે અલથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત અલથાણાની પોલીસે આરોપી ચંદનને રાજહંસ જીઓ પાસેથી ઝડપ્યો હતો.
આરોપી ફરિયાદી હીરા વેપારીને ત્યાં ૨૦ દિવસ પહેલાં ૧૫ હજારના માસિક પગારે નોકર તરીકે કામ પર લાગ્યો હતો. ફરિયાદો હીરા વેપારીને ત્યાં નોકર ૧૫ હજાર રૂપિયાના માસિક પગારે કામ પર લાગ્યો હતો. ફરિયાદીની કુટુંબ લગ્નમાં ગયુ હતુ. તેનો લાભ લઈને આરોપીએ ત્યાં બચતના એક લાખ રૂપિયા વોશરૂમના ખાનગી ખાનમાં રાખ્યા હતા. આ રૂપિયા ઉપરાંત ત્રણ મોબાઇલની ચોરી કરીને આરોપી નોકર ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી ચંદનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બતાવે છે કે સુરતમાં ક્રાઇમના ગ્રાફ દિનપ્રતિદિન ઉપર જઈ રહ્યો છે. કોઈને કામ પર રાખવું હોય તો પણ વિચાર કરવો પડે તેવી પરિસ્થિતિ છે. હજી વીસ દિવસ પહેલા રાખેલો નોકર ચોરી કરીને જતો રહેતો હોય તો હવે નોકરીએ રાખનારની પ્રોફાઇલ પણ ચેક કરવી જરૂરી થઈ પડે તેમ છે. તેમા પણ જા ઘરના કામ માટે કોઈને રાખ્યો હોય તો કમસેકમ તેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી જરૂરી થઈ પડે છે. તેની સાથે તે પણ હકીકત છે કે ગમે તેટલી નોંધણી કરાવો પણ કોઈના ઇરાદા થોડા પારખી શકાય છે. ગુનેગારના ચહેરા પર તો લખ્યું હોતું નથી ને કે તે ગુનેગાર છે. આ તો ફક્ત ચોર તો ફક્ત ચોરી કરીને જ ભાગી ગયો, બાકી બીજા કેટલાય તો ગળા કાપીને જતાં રહે છે.