સુરત ખાતે ૧-૨ જૂનના રોજ સૌપ્રથમ વખત લીલીયા પાટીદાર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં લીલીયા તાલુકાનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરેલી જિલ્લા પંચાયત સભ્ય વિપુલભાઈ દુધાત,iffco ડિરેક્ટર ભાવેશભાઈ રાદડીયા તેમજ અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ પ્રમુખ વસંતભાઈ ભંડેરી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર આયોજનનાં આયોજકો હિરેન ભંડેરી, સમ્રાટ ધામત, શૈલેષ રાદડીયા, ધર્મેશ ધોરાજીયા, દર્શન ગઢીયા, રોનક હીરપરા, સંસ્કાર સોજીત્રાને તમામ મહેમાનોએ આ તકે શુભેચ્છાઓ પાઠવી હતી.