સુરત ખાતે કોળી શક્તિ યુવક મંડળ અમરેલી દ્વારા ૭૧મા વેવિશાળ મેળામાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેતા કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા લગ્નોત્સુક યુવક અને યુવતીઓના વેવિશાળ પરિચય સમારંભનું તા. ર૯-૧ર-ર૦ર૪ના રોજ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં એક હજારથી વધુ સંખ્યામાં લોકો વિનામૂલ્યે ભાગ લેશે. કાર્યક્રમની માહિતી માટે કે ફોર્મ ભરવા માટે મંડળના પ્રમુખ રમેશભાઈ એસ. ગોહીલ મો.૯૩૭૪૭૩૪૮૨૦ તથા સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ વાડી અભયનગર, મારૂતિ ચોક, સુરત મો.૯૯૨૪૫ ૩૬૪૪૮નો સંપર્ક કરવો.