સુરેન્દ્રનગરના મુળીમાં ખેતરમાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત નિપજયા છે.ખેતરમાં દવાનો છંટકાવ કરતા હતા તે દરમિયાન કરંટ લાગવાની ઘટના બની હતી.ઘટના સ્થળે જ બે વ્યકિતના મોત થયા હતા જેને લઈ પરિવારમાં આક્રંદ છવાયો હતો.૨૦ વર્ષીય વિપુલ અને ગટુ કોળીનું મોત થયું છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે.
સુરેન્દ્રનગરના મુળીમાં વીજકરંટ લાગતા બે વ્યકિતના મોત થયા છે.ખેતરમાં જયારે દવાનો છંટકાવ કરવામાં આવતો હતો તે દરમિયાન જમીનમાથી વીજ વાયર પસાર થતો હતો અને તેમાં ભારે કરંટ પસાર થયો હતો જેને લઈ તેમના ઘટના સ્થળે મોત થયા હતા.સાથે સાથે તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું ઘટના સ્થળે મોત થયું છે.પરિવારનો આક્ષેપ છે કે વીજ કંપનીની બેદરકારીના કારણે આ મોત થયું છે અને વીજ કંપનીના કર્મીઓ સામે ગુનો નોંધાય તેવી માંગ કરી છે.
સમગ્ર ઘટનામાં પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે,વીજ વાયરમાં કોઈ છેડો છૂટો પડયો નથી ને તેને લઈ વીજ કંપનીના અધિકારીઓ પણ ચેક કરી રહ્યાં છે.જમીનમાંથી વીજ વાયર પસાર થયો હતો અને તેને લઈ મોત થયા છે,આવી ઘટના ફરી ના બને અને કોઈનો જીવ ના જાય તેને લઈ વીજ કંપનીના કર્મીઓ કામ કરી રહ્યાં છે,હાલમાં તો વીજ વાયરની લાઈનને બંધ કરી દેવામાં આવી છે.
તુલસીવાડી સંજય નગરમાં રહેતા ૫૬ વર્ષના વિજયરાજ નંદરાજ ઓઝા સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે છે.બપોરે તેઓ નોકરી પરથી છૂટીને ઘરે આવ્યા હતા. તેઓ ચોકડીમાં નાહવા બેઠા હતા. તે દરમિયાન વીજ કરંટ ઉતરતા તેઓને કરંટ લાગ્યો હતો. જેથી, તેમનો પુત્ર આયુષ બચાવવા માટે દોડી ગયો હતો. તેણે પણ કરંટ લાગતા તે ઉછળીને દૂર ફેંકાયો હતો. દરમિયાન લોકો દોડી આવતા પિતા – પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, વિજયરાજનું મોત થયું હતું.