સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય પંથકના લોકો માટે સરકારી ગાંધી હોસ્પિટલમાં લાખોની કિંમતની શરદી, ઉધર, તાવ સહિતની એક્સપાઇરી ડેટવાળો દવાઓનો જથ્થો પડ્યો હોવાની વિગતો બહાર આવતા ચકચાર ફેલાઇ હતી. બીજી તરફ રાઠોડ અક્ષયભાઇ કલ્યાણભાઈ નામના વ્યક્તિએ આરટીઆઇ કરતા દવાઓ અંગે અનેક સવાલો કરતા તંત્રમાં દોડધામ મચી હતી. આ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતાં અરજદારે આરઆરડીને રજૂઆત કરી હતી.
અરજદાર અક્ષયભાઈને હોસ્પિટલ દ્વારા મંગળવારે ૧૧ કલાકે બોલાવવામાં આવ્યા પરંતુ તેઓને કોઇ કામ આવી ગયું હોવાથી સાંજે હોસ્પિટલે આવતા એક્સપાઇરી ડેટવાળો જથ્થો જ્યાં રાખવામાં આવ્યો હતો તે રૂમને ખોલાયો હતો. બીજી તરફ આ દવાઓનો જથ્થો હોસ્પિટલના દવાના સ્ટોર રૂમમાં ન હોવાની સાથે અન્ય રૂમમાં સંગ્રહાયેલો હોવાથી અનેક તર્કવિર્તકો સર્જાયા હતા.
સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઇન્સ્પેક્ટરે હોસ્પિટલમાં તપાસ કરી હોવાની વિગતો બહાર આવી હતી. જેમાં સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ ખાતે ઇન્ડેટ મુજબ દવાઓનો જથ્થો જીએમએસસીસી ખાતેથી સપ્લાય કરવામાં આવતા હોવાનું અને તેને રજિસ્ટ્રરોમાં નોંધ તેમજ મુદતવિતી ગયેલ દવાઓનો નાશ નિકાલ માટે હોસ્પિટલ કમિટી દ્વારા તા.૧૩-૭-૨૦૨૪ના રોજ રોજકામ કરી નાશ કરેલ. આ સિવાય અન્ય એક્સપાઇરી ડેટવાળો જથ્થા બાબતે જાણ ન હોવાનું ફાર્માસ્ટટે નિવેદન આપ્યું હતું.
સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ અવારનવાર અનેક ચર્ચાઓમાં રહેલી છે અને જ્યાં દર્દીઓને સુવિધા આપવાના બદલે દુવિધા વધુ પ્રાપ્ત થતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ચોકાવનારી ઘટના સામે આવી છે અને જ્યારે કોરોના કાર્ડ અને આ કોરોના કાર્ડ એક વાર નહીં બે વાર થયો પરંતુ જિલ્લામાં અને સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર ભરમાં જ્યારે રેડમી સિરિયલના ઇન્જેક્શનનોની અછત અછત હતી અને પૈસા દેતા પણ આવા ઇન્જેક્શનનો મળતા નહોતા ત્યારે લોકો પૈસા દઈને પણ ઇન્જેક્શનનો જ્યાં ત્યાંથી મેળવતા હતા. ત્યારે હાલમાં મોટી માત્રામાં જથ્થો સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટ નો મળ્યો છે ત્યારે ડોક્ટરો ઉપર પણ ફિટકારની લાગણી જાવા મળી છે અને સુરેન્દ્રનગર શહેરની જનતામાં અનેક પ્રકારના સવાલો હાલમાં ઉત્પન્ન થયા છે ત્યારે શું કારણસર આ દવાઓનો સંગ્રહ કરવામાં આવ્યો અને આ દવાઓ સંકરવા પાછળનું કારણ શું અનેક બાબતો હાલમાં તપાસનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં એક્સપાયરી ડેટ ની અસંખ્ય દવાઓ સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ જે આવેલી છે જે મહાત્મા ગાંધી હોસ્પિટલમાંથી મળી આવ્યો છે અને જેનો આજે નિકાલ કરવાનો પણ સમય આવ્યો છે ત્યારે દેકારો બોલ્યો છે.