આ વર્ષે આઇપીએલમાં ખેલાડીઓની મોટી હરાજી થવા જઈ રહી છે અને આઇપીએલની ઘણી ફ્રેન્ચાઈઝી નવા કેપ્ટન બનાવવા પર પણ વિચાર કરી રહી છે. સૌથી વધુ નજર ભારત માટે ટી૨૦ વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન રોહિત શર્મા અને આ ફોર્મેટના નવા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર છે.
રોહિત શર્માએ વર્લ્ડકપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાને ગળે લગાવ્યા બાદ અને નીતા અંબાણીએ અનંત અંબાણીના લગ્ન સમારોહમાં રોહિતના વખાણ કર્યા બાદ એવું લાગતું હતું કે, મુંબઈ ઈન્ડીયન્સનો ભૂતપૂર્વ સુકાની ટીમમાં રહેશે, પરંતુ ભારતીય ટીમમાં તાજેતરના બનાવો એ બધું જ બતાવ્યું છે બદલતું હોય તેવું જણાય રહ્યું છે.હાર્દિકને પાછળ છોડી સૂર્યકુમાર ભારતીય ટી ૨૦ ટીમના કેપ્ટન બન્યા પછી, તે સ્પષ્ટ છે કે રોહિત અને હાર્દિક વચ્ચે કંઈપણ સંપૂર્ણપણે યોગ્ય નથી અને તેનાથી માત્ર મુંબઈ ઈન્ડીયન્સ જ નહીં પરંતુ ઘણી ફ્રેન્ચાઈઝીને અસર થશે.સૂર્યા કેપ્ટન બન્યા છે, તેની પાછળ નવા કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર જેટલું સમર્થન હતું તેટલું જ રોહિત શર્માનું હતું. જ્યારે બીસીસીઆઈએ ગંભીરને કોચ બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે તે પહેલા રોહિતનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. રોહિતે ગંભીરની તરફેણમાં અભિપ્રાય આપ્યો હતો અને તેણે મુખ્ય કોચ બનતાની સાથે જ હાર્દિકની જગ્યાએ સૂર્યકુમારને ટી ૨૦ ફોર્મેટનો કેપ્ટન બનાવવાનું સમર્થન કર્યું હતું. આ વર્ષે જ્યારે મુંબઈ ઈન્ડીયન્સે રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આ બંને ખેલાડીઓ વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. જ્યારે સૂર્યા રોહિતની નજીક માનવામાં આવે છે. એટલું જ નહીં, તે ગંભીરની કેપ્ટનશીપમાં કેકેઆરનો વાઇસ કેપ્ટન પણ રહી ચૂક્યો છે.
આ સિવાય સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે, દિલ્હી કેપિટલ્સ રિષભ પંતથી બહુ ખુશ નથી અને તેને રિટેન કરવા કે નહીં તે અંગે વિચાર કરી રહી છે. આ ટીમમાં પંતને રિલીઝ કરવાનો વિચાર પણ ચાલી રહ્યો છે. જાકે, આ ટીમના મેન્ટર અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પંતને કેપ્ટન તરીકે રાખવાના પક્ષમાં છે.
લખનૌ સુપર જાયન્ટ્‌સ પણ કે.એલ રાહુલના સ્થાને નવો કેપ્ટન બનાવવાનું વિચારે છે. આ વખતે આરસીબી ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ કોઈ ભારતીયને કમાન આપવાનું પણ વિચારી શકે છે. જા મુંબઈ ઈન્ડીયન્સ અને સૂર્યા અને રોહિત વચ્ચે વાત ન બને અને તેઓ અલગ થઈ જાય, તો કેકેઆર અને લખનૌ તેમના પર દાવ લગાવી શકે છે.
જા દિલ્હી અને પંત વચ્ચેની વાતચીત સફળ નહીં થાય તો મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ આ વિકેટકીપરને લેવા માટે આગળ વધી શકે છે. ધોની અને પંત કેટલા નજીક છે તે સૌ કોઈ જાણે છે. ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ આ વર્ષે સીએસકેએ ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો હતો.સીએસકે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી નથી.
લખનૌ અને રાહુલ વચ્ચેના સંબંધો હવે પહેલા જેવા નથી રહ્યા. ગત આઇપીએલ સિઝનમાં એક મેચ બાદ મેદાન પર ટીમના માલિક સંજીવ ગોયન્કા અને કેપ્ટન રાહુલ વચ્ચેની આક્રમક ચર્ચાનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. રાહુલ કર્ણાટકનો છે અને આરસીબી તેના પર દાવ લગાવી શકે છે. આ વખતે આઇપીએલ પહેલા મોટી હરાજી યોજાવાની છે અને બીસીસીઆઇએ હજુ સુધી ખેલાડીઓને રિટેન કરવાના નિયમો જારી કર્યા નથી, ત્યાર બાદ જ બધું નક્કી કરવામાં આવશે કારણ કે ટીમો તે મુજબ રણનીતિ બનાવશે. જા એક વિદેશી સહિત ચાર ખેલાડીઓને જાળવી રાખવાની પરવાનગી આપવામાં આવે તો ત્રણ ભારતીય ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય મુંબઈ માટે ખૂબ જ મુશ્કેલ બની જશે.