સાવરકુંડલાના સેંજળ ગામે એક યુવકે ફોન ન ઉપાડતાં તેને પટ્ટાથી ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે જયસુખભાઈ ભનુભાઈ ભાલીયા (ઉ.વ.૨૧)એ ભગીરથભાઈ જયુભાઈ જેબલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સેંજળ ગામમાં આરોપીને ત્યાં તેના પિતાની પાંચમ હતી. જેથી કામકાજ માટે આરોપીએ તેને ફોન કરતાં તેમણે ફોન ઉપાડ્‌યો નહોતો. આ વાતનું મનદુઃખ રાખી ગામના અવેડા પાસે તેમને જેમ ફાવે તેમ ગાળો આપી, કમરમાં પહેરેલો પટ્ટો કાઢી પીઠના ભાગે બે થી ત્રણ ઘા માર્યા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.