મંગળવારે દિવસભર શેરબજારમાં ઉતાર-ચઢાવ રહ્યો. કારોબારના અંતે, બીએસઇ સેન્સેક્સ ૧૨.૮૫ પોઈન્ટ ઘટીને ૭૪,૧૦૨.૩૨ પર બંધ થયો. તે જ સમયે,એનએસઇ નિફ્ટી ૩૭.૬૦ પોઈન્ટના વધારા સાથે ૨૨,૪૯૭.૯૦ પોઈન્ટ પર બંધ થયો. આજે શેરબજારમાં ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં સૌથી મોટો ઘટાડો જાવા મળ્યો. શેર -૨૭.૦૨% ઘટીને રૂ. ૬૫૭.૨૫ પર બંધ થયો. આના કારણે, આજે બેંકના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોના લગભગ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં આ ઘટાડો બેંક દ્વારા તેના ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોમાં ખામીઓ સ્વીકાર્યા પછી થયો, જેના કારણે બેંકનો નફો રૂ. ૧,૫૦૦ કરોડ ઘટવાની ધારણા છે.
આ પછી, આજે શેર ત્રણ વાર લોઅર સર્કિટ લાગ્યો. ૫ દિવસમાં બેંકનો શેર ૩૩.૯૩% ઘટ્યો છે. તમને જણાવી દઈએ કે યુએસ બજારોમાં નબળાઈ અને ઇન્ફોસિસના શેરમાં ભારે વેચવાલીથી મંગળવારે શરૂઆતના કારોબારમાં મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાલ રંગમાં ખુલ્યા હતા. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે રૂ. ૪૮૫.૪૧ કરોડના શેર વેચ્યા હતા. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૨૬૩.૫૧ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.