સોનાની દાણચોરીના કેસમાં કન્નડ ફિલ્મ અભિનેત્રી રાણ્યા રાવને હાલ જેલમાં રહેવું પડશે. આર્થિક ગુના કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી. હકીકતમાં ૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ ૩૪ વર્ષીય રાણ્યા રાવની બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ૧૪ કિલો સોનાના લગડી સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ સોનાની અંદાજિત કિંમત ? ૧૨.૫૬ કરોડ હોવાનું કહેવાય છે. તેની સાથે અન્ય એક આરોપી તરુણ કોન્ડુરુની પણ ધરપકડ કરવામાં આવી હતી  કોર્ટની સુનાવણીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે રાણ્યા રાવની જામીન અરજીનો વિરોધ કર્યો. DRI એ દલીલ કરી હતી કે રાણ્યા રાવ સોનાની દાણચોરીના મોટા નેટવર્કનો ભાગ હતો. જામીન આપવાથી તપાસમાં અવરોધ આવી શકે છે. તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અથવા સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.

પોતાની અટકાયત દરમિયાન, રાણ્યા રાવે ડીઆરઆઇ અધિકારીઓ પર મૌખિક દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો. તેણીએ દાવો કર્યો હતો કે જ્યારે તેણી કેટલાક પ્રશ્નોના જવાબ આપવામાં ખચકાટ અનુભવતી હતી. ત્યારે તેણી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે અધિકારીઓએ તેમની સંમતિ વિના તેમને બળજબરીથી દસ્તાવેજા પર સહી કરાવ્યા. ડીઆરઆઇએ આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે બધી પ્રક્રિયાઓ કાનૂની અને આદરપૂર્ણ રીતે અનુસરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે રાણ્યા રાવ સિનિયર આઇપીએસ અધિકારી રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. રામચંદ્ર રાવ કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. ૧૧ માર્ચ, ૨૦૨૫ના રોજ કર્ણાટક સરકારે તેમની ભૂમિકાની તપાસ માટે અધિક મુખ્ય સચિવ ગૌરવ ગુપ્તાની નિમણૂક કરી.

તમને જણાવી દઈએ કે રાણ્યા રાવે એક વર્ષમાં ૩૦ વખત દુબઈની મુસાફરી કરી હતી, જેના કારણે DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ને તેના વિશે ખબર પડી હતી. તેણીએ દાણચોરી માટે પ્રતિ કિલોગ્રામ ?૧ લાખ ચાર્જ કર્યા હતા, જેનાથી તેણીને પ્રતિ ટ્રીપ ?૧૩ લાખ સુધીની કમાણી કરવામાં મદદ મળી. દાણચોરી દરમિયાન તેણીએ ખાસ સુધારેલા જેકેટ અને કમર પટ્ટાનો ઉપયોગ કર્યો હતો.

ડીઆરઆઈના એડિશનલ ડાયરેક્ટર જનરલને લખેલા પત્રમાં રાન્યાએ પોતાને નિર્દોષ ગણાવ્યા અને કહ્યું કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. કન્નડ અભિનેત્રી રાન્યા રાવ, એક વરિષ્ઠ પોલીસ અધિકારીની પુત્રી, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ, બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તે દુબઈથી ૧૪.૮ કિલો સોનું સ્મગલ કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ સોનાની કિંમત અંદાજે ૧૨ કરોડ રૂપિયા છે.

અગાઉ જ્યારે રાન્યાને આર્થિક ગુનાની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી ત્યારે કોર્ટે રાન્યાને અનેક સવાલો પૂછ્યા હતા. કોર્ટે અભિનેત્રીને પૂછ્યું કે શું તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? આથી અભિનેત્રી કોર્ટમાં જ રડી પડી હતી અને DRI અધિકારીઓ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ પછી કોર્ટે રાન્યાને પૂછ્યું કે શું તેણીએ તબીબી સારવાર લીધી છે? આ સવાલનો જવાબ આપતા અભિનેત્રીએ ધ્રૂજતા અવાજમાં દાવો કર્યો કે તેને માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો.

ન્યાયાધીશે આગળ પૂછ્યું કે ફક્ત આ પ્રશ્નનો જવાબ આપો – શું તેઓએ તમને તબીબી સારવાર આપી કે થર્ડ-ડિગ્રી પૂછપરછ કરી? રાન્યાએ જવાબ આપ્યો, ‘તેણે મને માર્યો નથી, પરંતુ તેણે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેના કારણે મને ઘણી માનસિક તકલીફ થઈ છે.