સોના-ચાંદીની ચમક સતત વધી રહી છે. આ બંને કિંમતી ધાતુઓની કિંમતો સતત વધી રહી છે. આમાં રોકાણ કરનારા રોકાણકારોની તિજારી છેલ્લા એક વર્ષમાં સતત ભરાઈ રહી છે. દેશમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૮૧,૦૬૦ રૂપિયા અને ચાંદીનો ભાવ ૧.૧૨ લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાંદી ૧.૨૫ લાખ રૂપિયા પ્રતિ કિલો અને સોનું ૮૬ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી શકે છે.
મધ્યમથી લાંબા ગાળામાં ચાંદી વળતરની દ્રષ્ટિએ સોનાને પાછળ રાખી દેશે. તે આગામી ૧૨થી ૧૫ મહિનામાં MCX પર રૂ. ૧.૨૫ લાખ પ્રતિ કિલો અને COMEX પર પ્રતિ કિલો ૪૦ ડોલરને સ્પર્શી શકે છે. ચાંદીએ હજુ પણ વધુ સારું પ્રદર્શન કર્યું હતું અને લગભગ ૪૦ ટકા વાર્ષિક વળતર આપતા રૂ. ૧ લાખ પ્રતિ કિલોના આંકને પાર કર્યો હતો. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે માત્ર રોકાણકારો જ તેને ખરીદી રહ્યાં નથી પરંતુ તેની ઔદ્યોગિક માંગ પણ મજબૂત છે.
સોનાની માંગ પણ મજબૂત રહેશે. તેને મધ્યમ ગાળામાં ૮૧ હજાર રૂપિયા અને લાંબા ગાળા માટે ૮૬ હજાર રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદી શકાય છે. તે મધ્યમ ગાળામાં કોમેક્સ પર ઇં૨,૮૩૦ અને લાંબા ગાળામાં ઇં૩,૦૦૦ના આંકડાને સ્પર્શી શકે છે. મોતીલાલ ઓસ્વાલના માનવ મોદીના જણાવ્યા અનુસાર, સોનું ૨૦૧૬થી સારું પ્રદર્શન કરી રહ્યું છે. તે સ્થાનિક બજાર અને કોમેક્સ પર આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ ૩૦ ટકા વળતર આપીને સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ તેની ગતિ પર નજર રાખવી પડશે. જો કે દિવાળી અને ધનતેરસના કારણે હાલ સોના-ચાંદીમાં તેજી ચાલુ રહેશે.