સોમનાથ પ્રભાસ પાટણના દરિયા કિનારે આવેલા મારુતિ હાટમાં ઇમિટેશનની દુકાનમાંથી ૮૦,૦૦૦ રૂપિયાની ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. મંદિર ટ્રસ્ટ અને પોલીસની સુરક્ષા હોવા છતાં ચોરી થતાં દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. દુકાનદાર ડાયા માંડા સોલંકીએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અગાઉ પણ આ વિસ્તારમાં નાની-મોટી ચોરીઓની ઘટનાઓ બની હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.