ગીર સોમનાથ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૫ અંતર્ગત સરખડી મુકામે યોજાયેલી વોલીબોલ સ્પર્ધામાં સોમનાથ એકેડેમીએ ત્રણેય વયજૂથમાં સુવર્ણચંદ્રક મેળવ્યા છે. ૩૧ જાન્યુઆરીના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાભરની ૧૮ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં સોમનાથ DLSS અને નોન-DLSS સોમનાથ એકેડેમીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એકેડેમીની ટીમે અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એજ એમ ત્રણેય વિભાગમાં ગોલ્ડ મેડલ જીતી લીધા છે. આ વિજયથી ટીમને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. વિજેતા ખેલાડીઓને સોમનાથ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા, વોલીબોલ કોચ ગીતાબેન વાળા, DLSS મેનેજર રણજીતભાઈ દાહીમા, સ્પોટ્‌ર્સ ડાયરેક્ટર સંજયભાઈ સોલંકી અને કેમ્પસ ડાયરેક્ટર કુણાલભાઈ સોલંકીએ શુભેચ્છાઓ પાઠવી હતી.