કોડીનાર શહેરમાંથી પસાર થતા સોમનાથ – ભાવનગર હાઇવે ઉપર ૬૭ ગામોને જોડતા બે જંક્શનો ઉપર નેશનલ હાઇવે ઓથોરિટીની અણઆવડતના કારણે ફ્લાયઓવર બનાવવામાં ના આવતા આ બન્ને જંકશનો (ચાર ચોકડી ) ઉપર દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા છે. આ અંગે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ અને ભાજપના અગ્રણી આગેવાનો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી
અને તેને સંબંધિત વિભાગોમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. વડનગર ચોકડી અને રોનાજ ચોકડી ઉપર તાલુકાના અંદાજિત ૬૭ જેટલા ગામોના લોકો તાલુકા મથકે આવતા જતા હોય આ બન્ને જંકશનો (ચોકડી) ભારે ટ્રાફિકથી ધમધમતા હોવાથી ફ્લાયઓવરની ખાસ જરૂરિયાત હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટીની અણઆવડતના કારણે આ બંને ચોકડી ઉપર ફ્લાયઓવરની સુવિધા આપવામાં આવેલ ના હોવાના કારણે દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા છે. આ અંગે તાકીદે કાર્યવાહી કરી બન્ને ચોકડીઓ ઉપર ફ્લાયઓવર બનાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.