સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા શ્રી કાનજી ભુટ્ટા હોલ ખાતે યુનિ. નો ૫૯મો દીક્ષાંત સમારોહ ગરીમાપૂર્ણ રીતે યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા તથા પરમ પૂજ્ય(ડો.) સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતી તેમજ ૈંજીઇર્ંૈંજીઇર્ં – જીછઝ્ર ના ડાયરેક્ટર નિલેષભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રો. ઉત્પલભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને આ સમારોહ યોજાયો હતો. જેમાં અમરેલી જિલ્લાના જાણીતા શિક્ષણવિદ તેમજ શિક્ષણના માધ્યમથી સમાજના એક પ્રબુધ્ધ નાગરિક તથા યુનિવર્સિટી સલાહકાર તરીકે નિયુક્ત થયેલા દીપકભાઈ વઘાસિયાએ પ્રેરક હાજરી આપી હતી. તેમજ હાજર મહેમાનો સાથે સક્રિય ચર્ચા કરી વર્તમાન ઉચ્ચ શિક્ષણમાં મૂલ્યલક્ષી કેળવણી માટે મહત્વના સૂચનો કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ૪૨,૬૭૭ દીક્ષાર્થી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ તેજસ્વી તારલાઓને સુવર્ણ ચંદ્રકો તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી.