સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં B.Com.સેમ.-IIની લેવાયેલી પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. આ પરીક્ષામાં ગજેરા કેમ્પસની શ્રીમતી આર. કે. વઘાસીયા મહિલા કોમર્સ કોલેજનું ૯૮ ટકા પરિણામ સાથે ૧૦૦ ટકા ડિસ્ટીંક્શન આવેલ છે. જેમાં વસાવડા બંસી આર. ૯૦ ટકા સાથે પ્રથમ, થળેશા નેહા એ. ૮૯.૬૪ ટકા સાથે દ્વિતીય અને વાલદોરિયા રેન્સી એચ. ને ૮૬.૧૮ ટકા સાથે તૃતીય સ્થાન મળેલ છે. આ સફળતા બદલ વિદ્યાર્થીઓ, રેન્કર અને સ્ટાફને સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ છે.