ભારતે ચાર સ્પિનરો મેદાનમાં ઉતાર્યા ન હતા કારણ કે તેઓ પરિÂસ્થતિ પહેલાથી જ જાણતા હતાં
(એચ.એસ.એલ),દુબઇ,તા.૫
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે ટાઇટલ મેચ ૯ માર્ચે રમાશે. ભારતનો મુકાબલો આજે રમાનારી બીજી સેમિફાઇનલ (દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ) ના વિજેતા સાથે થશે. જ્યારે બાકીની ટીમોને ભારતનો સામનો કરવા માટે પાકિસ્તાનથી દુબઈ જવું
આભાર – નિહારીકા રવિયા પડ્યું હતું, ત્યારે ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે. પાકિસ્તાન સહિત ઘણા દેશોના ભૂતપૂર્વ ક્રિકેટરોએ ભારત પર એક જ સ્થળે રમવાનો ફાયદો હોવાનો આરોપ લગાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની જીત પછી, જ્યારે ગૌતમ ગંભીરને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો.
મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ભારતીય ટીમને દુબઈમાં રમીને કોઈ અન્યાયી ફાયદો નથી મળી રહ્યો અને ચેÂમ્પયન્સ ટ્રોફી માટે અહીં આવ્યા પછી ટીમે મેદાન પર કોઈ પ્રેÂક્ટસ સત્ર પણ નથી લીધું. ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી બધી મેચ જીતી છે અને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ટીમ અત્યાર સુધી દુબઈમાં અપરાજિત છે. ભારતે અહીં ૧૦ માંથી નવ મેચ જીતી છે અને એક ડ્રો રહી હતી.
સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર વિકેટથી મળેલી જીત બાદ ગંભીરે પત્રકાર પરિષદમાં કહ્યું, “મને ખબર છે કે અયોગ્ય લાભ વિશે ઘણી ચર્ચા છે, પણ કયો અયોગ્ય ફાયદો? સૌ પ્રથમ, તે અમારા માટે એટલું જ તટસ્થ સ્થળ છે જેટલું તે અન્ય ટીમો માટે છે. મને યાદ પણ નથી કે આ સ્ટેડિયમમાં છેલ્લી કઈ ટુર્નામેન્ટ રમાઈ હતી.
તેમણે કહ્યું, ‘અમે અહીં એક દિવસ પણ પ્રેક્ટિસ કરી નથી.’ અમે આઇસીસી એકેડેમીમાં પ્રેÂક્ટસ કરી રહ્યા છીએ. અહીં અને ત્યાંની પરિસ્થિતિઓમાં ૧૮૦ ડિગ્રીનો તફાવત છે. કેટલાક લોકો ફક્ત ફરિયાદ કેવી રીતે કરવી તે જાણે છે. મને નથી લાગતું કે અમને કોઈ અન્યાયી ફાયદો થયો છે.” ગંભીરે એમ પણ કહ્યું કે ભારતે ચાર સ્પિનરો મેદાનમાં ઉતાર્યા ન હતા કારણ કે તેઓ પરિÂસ્થતિ પહેલાથી જ જાણતા હતા. તેમણે કહ્યું, ‘જા તમે ૧૫ સભ્યોની ટીમમાં બે Âસ્પનરો લો છો, પછી ભલે તમે પાકિસ્તાનમાં રમો કે ક્્યાંય પણ, અમે ચોક્કસપણે તેમને પસંદ કરીશું કારણ કે ટૂર્નામેન્ટ ઉપમહાદ્વીપમાં યોજાઈ રહી છે.’ અમે છેલ્લી બે મેચમાં બે કે ત્રણ Âસ્પનરો ઉતાર્યા હતા, બાકીના બધા ઓલરાઉન્ડર હતા.