દિલ્હીના મુખ્યમંત્રીના પૂર્વ સહાયક અને આરોપી બિભવ કુમારને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના કેસમાં જામીન મળી ગયા છે. આ કેસમાં બિભવ કુમાર છેલ્લા ૧૦૦ દિવસથી જેલમાં હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટે પહેલા ત્રણ મહિનાની અંદર મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સાક્ષીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જાઈએ.
બિભવ કુમારને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે. શરતો મુજબ બિભવ કુમાર સીએમ આવાસ અને ઓફિસ જઈ શકશે નહીં. આ મામલે બિભવ કુમાર તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. આ કિસ્સામાં, બિભવ કુમારને આમ આદમી પાર્ટી વતી દિલ્હીના મુખ્યમંત્રીના ખાનગી સચિવ અથવા મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંબંધિત કોઈ રાજકીય પદ આપવામાં આવશે નહીં અને પાર્ટી આ કેસની યોગ્યતા પર કોઈ ટિપ્પણી કરશે નહીં.
આપને જણાવી દઈએ કે જÂસ્ટસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુઈયાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. આ કેસમાં ફરિયાદી સ્વાતિ માલીવાલ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે તે આ મામલે પોતાનો મત રજૂ કરવા માંગે છે.આપ સાંસદ સાથે મારપીટ અને દુર્વ્યવહારના કેસમાં બિભવ કુમારની ૧૮ મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બિભવ કુમારે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.
બિભવ કુમારે હાઈકોર્ટના આ આદેશ સામે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની સામેના આરોપો ખોટા છે. તેણે એમ પણ કહ્યું છે કે તપાસ પૂરી થઈ ગઈ હોવાથી હવે તેની કસ્ટડીની જરૂર નથી. બિભવ કુમારની અરજી પર સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને નોટિસ પાઠવી હતી.