‘જનસેવા એજ પ્રભુ સેવા’ આદર્શને મનુષ્યએ સ્વીકારવો જોઈએ. આ પૃથ્વી ઉપર બધું જ નાશવંત છે. તમારા કર્મો અને કાર્યો જીવંત રહેશે. વૈશ્વિક ફલક ઉપર ભારત ભવ્ય અને દિવ્ય દેશ રહ્યો છે. આપણા દેશની અસ્મિતાને ઉજાગર કરવાનું કાર્ય સૌ જનતા જાગૃત બને તો જ થાય. વિશ્વ ધર્મ પરિષદ શિકાગોમાં દુનિયાના દેશોને ભારતની આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સંદેશ આપનાર પરમવંદનીય સ્વામી વિવેકાનંદ આ દેશનું ગૌરવ છે. આજે જનસેવાના નામે લૂંટ સેવા ચલાવે છે તેવા દાનવો આંતકવાદીઓથી કમ નથી. જે ધર્મ વિધવા અને ગરીબના આંસુ લૂછતો નથી તે ધર્મમાં હું માનતો નથી. આજે અનેક સંપ્રદાયો અને ધાર્મિક સંસ્થાઓના આકાઓ હાટડીઓમાંથી વ્હાઈટ મની મેળવી અને ખેડૂતોની જમીન હડપ કરવાની પાશવી વૃત્તિ કરે છે. તેઓએ વિવેકાનંદના આદર્શો અને સમાજસેવાના કાર્યો જીવનમાં ઉતારવા જોઈએ. તેમણે પોતાના પદયાત્રા સમયગાળા દરમિયાન શોષણભરી અને દરિદ્ર ગરીબ પરિસ્થિતિનું પોતાની દ્રષ્ટિએ અવલોકન કરેલું છે એટલે ભારતને સામર્થ્યવાન બનાવવો હોય તો જાગૃતિ કેળવવી અનિવાર્ય છે. હિન્દુ ધર્મમાં પડેલો સડો દૂર કરવા માટે એકતા અનિવાર્ય છે. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ પરંતુ હિન્દુત્વ હોવું એ અનિવાર્ય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ‘ગર્વ સે કહો હમ હિન્દુ હે’ આ બાબત એ સંદેશ આપે છે કે ભારતની ભવ્ય અને દિવ્ય શક્તિ હિન્દુ સંસ્કૃતિમાં સનાતનથી ટકેલી છે. અહીંયા રામ ભગવાન એ આપણો અંતરઆત્મા છે. જે રાષ્ટ્રમાં રહેતા હોય તેના પરત્વે દેશપ્રેમ તો હોવો જ જોઈએ. રાષ્ટ્ર છે તો જ હું છું. આવી પરિપક્વ ભાવના નિર્માણ કરવાનો સમય આવી ગયો છે. ગમે તેટલું શિક્ષણ હોય પરંતુ રાષ્ટ્રપ્રેમ ના હોય તેનો અર્થ ખરો? દેશની યુવા પેઢીઓને સ્વામી વિવેકાનંદના આદર્શો કેળવણી દ્વારા કેળવવા પડશે. રાષ્ટ્રભક્તિનું આચરણ એટલે માતૃભૂમિ પ્રત્યે ફક્ત લાગણી કે પ્રેમની ભાવના માત્ર નથી; પરંતુ, તે સાથી દેશવાસીઓની સેવા પ્રત્યેના આવેશમાં સાચી દેશભક્તિ છે. મેં સમગ્ર ભારતનો પગપાળા પ્રવાસ કર્યો અને મારી સગી આંખે જોયું કે આપણા લોકો અજ્ઞાનતા, કંગાલિયત અને ગંદકીમાં સબડી રહ્યા છે. મારો સમગ્ર આત્મા સળગી ઊઠ્‌યો અને હું આવી દારુણ સ્થિતિને બદલવાની આગઝરતી ઈચ્છાથી સળગી રહ્યો છું. જો તમારે ભગવાનને શોધવા છે, તો મનુષ્યની સેવા કરો. નારાયણને પામવા ભારતના લાખો ભૂખ્યા દરિદ્રનારાયણની સેવા કરવી જ પડશે. ત્રીજા ભાગની વસ્તી ગરીબીના મહાયજ્ઞમાં બળી રહી છે. સરકાર મફતનું અનાજ આપીને કમજોર બનાવી રહી છે. તેમને કામ આપો, તેમની સ્કિલને પ્રગટીકરણ કરવા માટે તક આપો. મફતનું ખાશે તો વિચારો ભંગાર જ આવશે. રાષ્ટ્રપ્રેમ નિર્માણ કરવો હશે તો તેમનામાં દેશભાવના કેળવવી પડશે. જાપાનમાં એક ટેક્સી ડ્રાઇવર કેવો પ્રામાણિક હોય છે તેનું ઉદાહરણ રજૂ કરું છું જે આપને ખૂબ ઉપયોગી નીવળશે. એક વિદેશી નાગરિક જાપાનની કોઈ કંપનીમાં કામના અર્થે ગયો હતો તે સમયે ટેક્સી વાળા ભાઇને કહ્યું કે મારે ત્યાં જવું છે જે જગ્યાએ જવાનું હતું તેનો રોડ કે માર્ગ બંધ હતો. આ વિદેશી પ્રવાસી અગાઉ ગયો હતો ત્યારે તેની પાસે ટેક્સી વાળાએ જે થતું હતું તે ભાડું લીધું. આ ટેક્સી વાળો ફેરવીને મુકામ સુધી લઈ ગયો તેમ છતાં અગાઉનું જે ભાડું હતું તેટલું જ લીધું ત્યારે પહેલા વિદેશી નાગરિકે પૂછ્યું કે તમે તો ખૂબ ફેરવીને લાવ્યા છો એટલે તમારે વધારે ભાડું લેવું જોઈએ ત્યારે પેલા જાપાની ટેક્સી ડ્રાઇવર એ કહ્યું કે રસ્તા બંધ છે પરંતુ જે સ્થળથી તમારે જવાનું છે તે સ્થળનું જે ભાડું છે તેનાથી વધારે ભાડું લઈ શકાય નહીં. હું મારા દેશનો વફાદાર ટેક્સી ડ્રાઇવર છું. આ દેશના કારણે મને રોજગારી મળે છે એટલે મારા દેશની ગરીમા જાળવવા પ્રમાણિકતાથી જીવન જીવવું પડે છે. જો ડ્રાઇવરમાં આટલી નૈતિકતા હોય તો આપણે અપેક્ષિત ડ્રાઇવરમાંથી રાજકીય અથવા શૈક્ષણિક વ્યક્તિઓએ લક્ષ્મીચંદ બનવાની જગ્યાએ રાષ્ટ્રભાવના નિર્માણ કરવા માટે કટિબદ્ધ બનવું પડશે. આવી સાંસ્કૃતિક વિરાસત ધરાવતો ભારત દેશ ભવ્ય અને દિવ્ય છે જ અને રહેવાનો. લોકોએ રાષ્ટ્ર ભાવના કેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે એટલે જ વિવેકાનંદ કહે છે કે આપણાં બાંધવો સબળ થશે તો આપણો દેશ સબળ થશે. મોટાભાગના લોકોએ વિવેકાનંદજીના ભાષણો અને તેમના લખાણો વાંચવાની જરૂર છે. રામકૃષ્ણ મિશન દ્વારા જનસેવાના જે કાર્યો થાય છે. એવા જ કાર્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા થઈ રહ્યા છે જે સમાજ માટે પ્રેરણાત્મક છે.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨
આભાર – નિહારીકા રવિયા