ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાના દમદાર અભિનય માટે પ્રખ્યાત હંસિકા મોટવાણીએ બોમ્બે હાઈકોર્ટ પાસેથી મદદ માંગી છે. અભિનેત્રીએ પોતાના પર લાગેલા આરોપોને રદ કરવાની માંગ કરી છે અને ૨૭ લાખ રૂપિયાની માંગણી પણ કરી છે. હકીકતમાં, હંસિકા અને તેની માતા પર તેની ભૂતપૂર્વ ભાભી મુસ્કાન નેન્સી જેમ્સે ૨૦૨૪ માં મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસા અને અન્ય આરોપો હેઠળ કેસ દાખલ કર્યો હતો. હવે, અભિનેત્રીએ તેની ભાભી દ્વારા દાખલ કરાયેલ કલમ ૪૯૮-છ કેસ રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોમ્બે હાઈકોર્ટે  અભિનેત્રી હંસિકા મોટવાણી અને તેની માતા જ્યોતિ મોટવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ જારી કરી હતી, જેમાં તેમણે કલમ ૪૯૮-છ હેઠળ ક્રૂરતાના આરોપમાં તેમની સામે નોંધાયેલી એફઆઇઆર રદ કરવાની માંગ કરી છે. જસ્ટીસ સારંગ કોટવાલ અને શ્રીરામ મોડકની બેન્ચે નોટિસ જારી કરીને સુનાવણી ૩ જુલાઈ સુધી મુલતવી રાખી છે. હંસિકા અને તેની માતાએ બેન્ચને ડિસેમ્બર ૨૦૨૪માં મુસ્કાન દ્વારા દાખલ કરાયેલી એફઆઇઆર રદ કરવાની વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે મુસ્કાનના ભાઈ પ્રશાંત મોટવાણી સાથે ડિસેમ્બર ૨૦૨૦માં લગ્ન થયા હતા અને બંનેના ડિસેમ્બર ૨૦૨૨માં છૂટાછેડા થઈ ગયા હતા.

અભિનેત્રી હંસિકા મોટવાણી અને તેની માતા પર ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮-છ (ક્રૂરતા), ૫૦૬ (ગુનાહિત ધાકધમકી), ૫૦૪ (ઇરાદાપૂર્વક અપમાન) અને ૩૨૩ (ઇજા પહોંચાડવી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં આરોપ મૂકાયા બાદ, અભિનેત્રી અને તેની માતાને ફેબ્રુઆરી ૨૦૨૫ માં મુંબઈ સેશન્સ કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. હવે તેમણે આ હ્લૈંઇ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હંસિકાના વકીલો દૃષ્ટિ ખુરાના અને અદનાન શેખે રિટ પિટિશન દાખલ કરી છે.