મુરલીધર ગૌશાળા, હડાળા-અમરેલી ખાતે તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ અને ગુજરાત નેચરલ ર્ફામિંગ સાઇન્સ યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ર્હ્લઁં ક્ષમતા નિર્માણ અને બાયો ઈનપુટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત ગૌ પૂજનથી કરવામાં આવી, ત્યારબાદ મહાનુભાવોના હસ્તે બાયો ઈનપુટ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધારી-બગસરા ધારાસભ્યના પ્રતિનિધિ કોકિલાબેન કાકડિયા, યુનિવર્સિટીના કુલપતિ ડા. સી. કે. ટીંબડીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ જીડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડા. રશ્મિકાંત ગુર્જરે ર્હ્લઁં અને તેના ક્ષમતા નિર્માણ વિશે માહિતી આપી હતી, જ્યારે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ જીડે પ્રાકૃતિક ખેતી માટે મળતી સહાય વિશે માહિતી આપી હતી.કુલપતિ ડા. ટીંબડીયાએ પ્રાકૃતિક ખેતીનું ભવિષ્યમાં મહત્વ અને બાયો ઈનપુટનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ પ્લાન્ટ અમરેલી જિલ્લાના લોકો માટે પ્રેરણારૂપ સાબિત થશે. કાર્યક્રમના અંતે હડાળા ગામના સરપંચ પુનાભાઈએ સૌનો આભાર માન્યો હતો.