અમરેલી જિલ્લામાંથી પોલીસે હથિયારબંધીનો ભંગ કરીને ફરતાં છ ઈસમોને ઝડપી લીધા હતા. રાજુલા બસ સ્ટેશન પાસેથી ગોવિંદભાઈ સવજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૪) લાકડી સાથે, બાબરામાંથી દિલીપભાઈ બાજાભાઈ ચારોલીયા (ઉ.વ.૪૦) લાકડી સાથે, ચમારડી ગામેથી જગદીશભાઈ ગોરધનભાઈ મકવાણા (ઉ.વ.૩૫) લાકડી સાથે, અમરેલીમાંથી ભરતભાઈ પાંચાભાઈ સાવલીયા (ઉ.વ.૫૬) લાકડાના ધોકા સાથે, ધીરૂભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૩૫) લાકડાના ધોકા સાથે, નાગજીભાઈ નથુભાઈ સાવલીયા (ઉ.વ.૫૫) લાકડાના ધોકા સાથે પકડાયા હતા. તમામ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.