હનુમાન જયંતીના પાવન અવસર પર રાજુલાના ખોડિયાર ધામ ખાતે બાલાજી હનુમાનજી દાદાના ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસાદનો લાભ લેવા માટે આજુબાજુના રહેવાસીઓ તેમજ નજીકની ગર્લ્સ છાત્રાલયની બહેનો અને દીકરીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. શામજીભાઈ મોહનભાઈ ગેડીયા તરફથી આયોજિત આ મહાપ્રસાદમાં હજારો ભક્તજનોએ શ્રદ્ધા અને ભાવથી ભાગ લીધો હતો. વાતાવરણ ‘જય જય શ્રી રામ, ખોડિયાર ધામ જય જય શ્રી રામ’ ના નાદથી ગુંજી ઉઠ્‌યું હતું. આ ભવ્ય આયોજનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને સૌ કોઈએ હનુમાનજી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.