પ.પૂ. સંત શ્રી સેવાદાસબાપા આશ્રમ નકલંકધામ-હરિદ્વાર ખાતે પ.પૂ. સંત શ્રી સેવાદાસબાપાની ૪૨મી પુણ્યતિથિ નિમિત્તે મહોત્સવ ઉજવાયો હતો. જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જે.વી. કાકડિયા, પ્રદીપભાઈ ભાખર, અરવિંદભાઈ પટેલ સહિત આગેવાનોએ પ.પૂ. રાજેન્દ્રદાસબાપુના આશીર્વાદ સાથે યજ્ઞ અને ચુંદડી મનોરથ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.