હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન હેઠળ સફાઈ કર્મચારીની જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે. આ માટેની અરજી પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. આ ભરતી કરાર હેઠળ કરવાની છે. આ માટે ગ્રેજ્યુએટથી પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોએ અરજી કરી છે. આ ભરતી માટે અરજી કરનારા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્‌સના આશ્ચર્યજનક આંકડાઓ સામે આવ્યા છે. આ ભરતી માટે ૪૬ હજારથી વધુ સ્નાતકો અને અનુસ્નાતકોએ અરજી કરી છે.
આ પદો માટે ૬૦૦૦ અનુસ્નાતકો અને ૪૦૦૦૦ સ્નાતકોએ અરજી કરી છે. આ સિવાય ૧.૨ લાખ એવા ઉમેદવારો છે જેમણે અરજી કરી છે જેમણે ધોરણ ૧૨ પાસ કર્યું છે.હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનએ ૫ હજાર સ્વચ્છતા કર્મચારીઓની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે પગાર માત્ર ૧૫ હજાર રૂપિયા હશે.
માહિતી અનુસાર, આ પદો પર ભરતી કરાયેલા ઉમેદવારોએ જાહેર સ્થળો, રસ્તાઓ અને ઇમારતો સિવાય કચરો સાફ કરવાનો રહેશે. મહત્વની વાત એ છે કે આ નોકરીમાં તમને તમારા હોમ ડીસ્ત્રીક્ક્ટમાં જ એપોઇન્ટમેન્ટ મળશે. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશને ભરતીની સૂચના બહાર પાડી હતી. આ પછી, ઓનલાઈન અરજીની તારીખ ૦૬ ઓગસ્ટ ૨૦૨૪ થી શરૂ થઈ અને ૨૨ ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ. આ પદો માટેની લાયકાત ૧૮-૪૨ વર્ષ અને આઠમું પાસ હતી.