(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૬
હવે રાજધાની દિલ્હીની ૧૭૩૧ કાચી કોલોનીઓમાં વીજળીના મીટર લગાવવા માટે એનઓસીની જરૂર નહીં પડે. અગાઉ આ કોલોનીઓમાં વીજળીના મીટર લગાવવા માટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી એનઓસી મેળવવું પડતું હતું. પરંતુ હવે લોકોને આ સમસ્યામાંથી રાહત મળી છે. હવે અનધિકૃત કોલોનીમાં રહેતા લોકોને કોઈપણ એનઓસી વગર પણ વીજળી કનેક્શન મળશે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.
સીએમ આતિશીએ કહ્યું, “ડીડીએએ અનધિકૃત કોલોનીમાં રહેતા લોકો માટે વીજળી કનેક્શન મેળવવા માટે એક શરત મૂકી હતી કે તેઓ એનઓસી લાવશે કે તેમનું ઘર/વસાહત લેન્ડ પૂલિંગ જમીન પર નથી. આના પર, દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે આ ૧૭૩૧ અનધિકૃત કોલોનીઓમાં રહેતા લોકોને હવે એનઓસીની જરૂર નથી, આતિશીએ કહ્યું, સામાન્ય રીતે વીજળી કનેક્શન માટે ૧૫ દિવસનો સમય લાગે છે, તે જ સમય ડિસ્કોમ દ્વારા લેવામાં આવશે.
હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોથી, વીજળી વિભાગ દિલ્હીની અનધિકૃત
આભાર – નિહારીકા રવિયા કોલોનીઓમાં કોઈપણના ઘરે મીટર લગાવવા માટે ડીડીએની એનઓસીની માંગ કરી રહ્યું હતું. લોકો આ માંગ પૂરી કરી શક્યા ન હતા, જેના કારણે ઘરોમાં મીટર લગાવવામાં આવ્યા ન હતા.