અજય દેવગન અને અક્ષય કુમાર સહિત ઘણા સ્ટાર્સ તેમની જૂની હિટ ફ્રેન્ચાઇઝીના આગામી ભાગો બનાવવામાં વ્યસ્ત છે. આવી જ એક મોટી ફ્રેન્ચાઇઝી રેસ છે, જેના ચોથા ભાગના સમાચાર ગયા વર્ષથી આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સલમાન ખાન ચોથા ભાગમાં નહીં હોય અને તેની વાર્તા પર કામ ચાલી રહ્યું છે. જોકે આ ફક્ત સમાચાર હતા, પરંતુ નિર્માતાઓએ રેસ ૪ પર એક મોટી અપડેટ શેર કરી છે, જે સાંભળીને ચાહકો ખૂબ જ ખુશ થશે.

‘રેસ ૪’ ના નિર્માતાઓએ પુષ્ટિ આપી છે કે ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે અને તેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. એવું કહેવાય છે કે ‘રેસ ૩’ ચૂકી ગયા બાદ, સૈફ અલી ખાન આ ફ્રેન્ચાઇઝીમાં વાપસી કરશે. એવું પણ જાહેર થયું છે કે આ ફિલ્મમાં સૈફની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકામાં હશે, જે બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝનો નવો સભ્ય હશે. દરમિયાન, ફિલ્મની મુખ્ય અભિનેત્રીઓ અને અન્ય સ્ટાર્સની કાસ્ટિંગ અંગે ઘણી અફવાઓ ફેલાઈ રહી છે.

‘રેસ ૪’ ની અભિનેત્રીઓના કાસ્ટિંગ અંગેની બધી અફવાઓને નિર્માતાઓએ નકારી કાઢી છે. ટિપ્સ ફિલ્મ્સના નિર્માતા રમેશ તૌરાનીએ ‘રેસ ૪’ ના કાસ્ટિંગની અફવાઓ પર ટિપ્પણી કરતા એક નિવેદન બહાર પાડ્યું અને પુષ્ટિ આપી કે ફિલ્મ સ્ક્રિપ્ટીઈન્ગના તબક્કામાં છે. તેમણે તેમના નિવેદનમાં કહ્યું, “અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે હાલમાં રેસ ફ્રેન્ચાઇઝના આગામી ભાગ માટે ફક્ત સૈફ અલી ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ચર્ચા કરી રહ્યા છીએ, જે હાલમાં સ્ક્રિપ્ટીઈન્ગના તબક્કામાં છે. આ તબક્કામાં અન્ય કોઈ અભિનેતા કે અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો નથી. અમે મીડિયા અને સોશિયલ મીડિયા પેજને ખોટા સમાચારોથી દૂર રહેવા અને અમારી પીઆર ટીમ તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જાવા માટે નિષ્ઠાપૂર્વક વિનંતી કરીએ છીએ.”

વર્ષ ૨૦૧૮ માં, આ ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગ, ‘રેસ ૩’ માં સુપરસ્ટાર સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન રેમો ડિસોઝા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ સલમાન ખાન ફિલ્મ્સ અને ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું હતું. બોક્સ ઓફિસ પર, ફિલ્મ વિશ્વભરમાં લગભગ ?૩૦૦ કરોડની કમાણી કરવા છતાં અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નહીં અને સરેરાશ ફિલ્મોની યાદીમાં તેનો ઉમેરો થયો.