ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ અંતર્ગત હવે મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ ઉમેદવારો અને સામાન્ય જનતાને ઉપલબ્ધ કરાવી શકાશે નહીં. આ સુધારા પહેલા, ચૂંટણીના આચાર નિયમોની કલમ ૯૩(૨) હેઠળ સામાન્ય લોકો દ્વારા તમામ ચૂંટણી-સંબંધિત કાગળો નિરીક્ષણ માટે ઉપલબ્ધ હતા. જો કે આ માટે કોર્ટની પરવાનગી જરૂરી હતી. ચૂંટણી પંચ દ્વારા આ નિયમોમાં ફેરફાર બાદ કોંગ્રેસે મોદી સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા પર તેની શુદ્ધતા અને પારદર્શિતાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, પંચનું કહેવું છે કે મતદારોની ગોપનીયતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે.
આ ફેરફારો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચૂંટણી પંચને હરિયાણા વિધાનસભા ચૂંટણી સંબંધિત દસ્તાવેજા એડવોકેટ મહેમૂદ પ્રાચાને આપવાનો નિર્દેશ આપ્યો હતો. એડવોકેટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેણે હરિયાણા ચૂંટણી દરમિયાન લીધેલા વિડીયોગ્રાફી,સીસીટીવી કેમેરા ફૂટેજ, ફોર્મ ૧૭-સી ભાગ ૧ અને ભાગ ૨ની નકલો માંગી હતી. અત્યાર સુધી નિયમો અને નિયમોમાં એક યાદી હતી, જે સક્ષમ કોર્ટની સૂચનાથી લોકોને ઉપલબ્ધ કરાવવાની હતી. નિયમોમાં કરાયેલા ફેરફારથી તેમાં એક લીટીનો ઉમેરો થયો છે. જેમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે પેપરોની યાદીમાં એવા દસ્તાવેજા કે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ સામેલ નહીં હોય, જેનો નિયમોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે તેમની પાર્ટી આ ફેરફારોને કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું કે જો ચૂંટણી પંચે ચૂંટણીની અખંડિતતાને અસર કરવા માટે તાજેતરના સમયમાં કોઈ પગલું ભર્યું હોય તો તે આ છે. જો કે ચૂંટણી પંચના સૂત્રોએ આ ફેરફારોને યોગ્ય ઠેરવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સીસીટીવી ફૂટેજ કોઈને પણ ઉપલબ્ધ કરાવવાથી મામલો ગંભીર બની શકે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને નક્સલ વિસ્તારો જેવા સંવેદનશીલ સ્થળોએ આ સુરક્ષાનો મુદ્દો બની શકે છે.ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આના કારણે મતદારોના જીવ પણ જોખમમાં આવી શકે છે.
ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચૂંટણીના તમામ કાગળો અને દસ્તાવેજા સામાન્ય લોકોના નિરીક્ષણ માટે ઉપલબ્ધ છે. કોઈપણ સંજાગોમાં ઉમેદવારો તમામ પ્રકારના રેકોર્ડ વિશે જાણી શકે છે. અધિકારીએ કહ્યું કે પ્રાચા તેમના વિધાનસભા મતવિસ્તારના તમામ દસ્તાવેજા મેળવવા માટે પણ હકદાર છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર નિયમોમાં જે દસ્તાવેજા જાહેર જનતાને ઉપલબ્ધ ન કરાવવાનું કહેવામાં આવ્યું છે તે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ છે. ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ કોઈ પણ વ્યક્તિ આઇએ દ્વારા તેની સાથે છેડછાડ કરી શકે છે. તેથી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.