મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. આ ઘટનાના બીજા દિવસે, બિશ્નોઈ ગેંગે ફેસબુક પોસ્ટ દ્વારા હત્યાની જવાબદારી લીધી હતી. આટલું જ નહીં સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે.
હવે સમાચાર આવી રહ્યા છે કે બિશ્નોઈના જીવન પર વેબ સિરીઝ બનવા જઈ રહી છે.રિપોર્ટ્‌સ અનુસાર, જાણીતું ફિલ્મ પ્રોડક્શન હાઉસ ટૂંક સમયમાં “લોરેન્સ – અ ગેંગસ્ટર સ્ટોરી” નામની વેબ સિરીઝ રિલીઝ કરશે. આમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સ્ટોરી બતાવવામાં આવશે. એવું કહેવાય રહ્યું છે કે સિરીઝની કાસ્ટ અને બધુ ડિટેલ્સ દિવાળી બહાર પાડવામાં આવશે. લોરેન્સ બિશ્નોઈ પર સિરીઝ બનાવતા પહેલા અમિત જાનીએ જાહેરાત કરી હતી કે તેઓ સીમા હૈદર અને ઉદયપુરના દરજી કન્હૈયા લાલની હત્યા જેવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ટેલરે કન્હૈયા લાલની હત્યા પર આધારિત ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કર્યું છે.
જાણીતું છે કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ગુનેગાર અથવા ગેંગસ્ટર પર વેબ સિરીઝ બનાવવામાં આવી હોય. આ પહેલા યુપીના કુખ્યાત ગેંગસ્ટર શ્રીપ્રકાશ શુક્લા પર ‘રંગબાઝ’ અને રાજસ્થાનના ગેંગસ્ટર આનંદપાલ પર ‘રંગબાઝ ફિર સે’ સહિત ઘણી સીરિઝ બનાવવામાં આવી છે.
લોરેન્સ બિશ્નોઈ વિશે વાત કરીએ તો તે પંજાબનો કુખ્યાત ગેંગસ્ટર છે અને તેની વિરુદ્ધ દિલ્હી અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં કેસ નોંધાયેલા છે. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૩ના રોજ પંજાબના ફિરોઝપુરમાં જન્મેલા બિશ્નોઈ હાલમાં ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. રિપોર્ટ્‌સ અનુસાર તેની ગેંગમાં ૭૦૦ લોકો છે, જે ઘણા દેશોમાં ફેલાયેલા છે.