અમેરિકા ઈરાન પર તેના પરમાણુ કાર્યક્રમને લઈને સતત દબાણ લાવી રહ્યું છે. આ દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એક મોટું નિવેદન આપ્યું છે. અરાઘચીએ કહ્યું છે કે તેઓ ટ્રમ્પ વહીવટ હેઠળની પહેલી વાતચીત માટે ઓમાનમાં યુએસ એમ્બેસેડર સ્ટીવ વિટકોફને મળશે. અલ્જેરિયાની મુલાકાત દરમિયાન અરાઘચીએ ઈરાનના સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે આ વાટાઘાટો પરોક્ષ હશે અને તેમાં બંને પક્ષો વચ્ચે ઓમાની મધ્યસ્થી સામેલ થવાની શક્્યતા છે.
ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું, “વાર્તાલાપમાં અમારું મુખ્ય લક્ષ્ય સ્વાભાવિક રીતે લોકોના અધિકારો પુનઃસ્થાપિત કરવાનું અને પ્રતિબંધો હટાવવાનું છે અને જા બીજી બાજુ ઇચ્છાશÂક્ત હોય, તો આ પ્રાપ્ત કરી શકાય છે.” તેમણે કહ્યું, “હાલમાં અમારી પ્રાથમિકતા પરોક્ષ વાટાઘાટો છે, તેને સીધી વાટાઘાટોમાં બદલવાની અમારી કોઈ યોજના નથી.”
આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે ઈરાન અને અમેરિકા વચ્ચે સીધી વાતચીત થશે. અમેરિકા અને ઇઝરાયલ બંનેએ ઇરાનને તેના પરમાણુ કાર્યક્રમ અંગે લશ્કરી હુમલાની ધમકી આપી છે. તેહરાને હુમલાઓનો જવાબ આપવાનું વચન આપ્યું છે.
દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે, ટ્રમ્પે ઈરાનને ચેતવણી પણ આપી હતી કે જા વાટાઘાટો સફળ નહીં થાય તો ઈરાન ‘મોટા ખતરામાં’ મુકાઈ જશે. એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “મને આ કહેવું ગમતું નથી પણ (જા વાતચીત નિષ્ફળ જાય તો) ઈરાન ઘણા જાખમમાં મુકાઈ જશે.” ટ્રમ્પે કહ્યું, “જા વાટાઘાટો સફળ નહીં થાય, તો મને લાગે છે કે તે ઈરાન માટે ખૂબ જ ખરાબ રહેશે.”