રાજકોટ હિટ એન્ડ રન કેસમાં નશામાં ધૂત યુવકોને બચાવવા રાજકોટ પોલીસ પર યુવકે બચાવવા ડ્રાઈવરને બદલી નાખ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ૨૧ માર્ચના રોજ ન્યારી ડેમ રોડ પર ૧૮ વર્ષીનો યુવક વાહન લઈને આવતો હતો ત્યારે સામેથી આવતી કારે ટક્કર મારીને કચડી નાખ્યો હતો. અકસ્માતમાં પરાગ ગોહિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને કચડી નાખી નબીરાઓ ફરાર થઈ ગયા હતા. જાકે, આ મામલે પોલીસે ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો કે તેણે પોલીસ સાથે સોદો કરીને ડ્રાઇવર બદલી નાખ્યો હતો. આ કેસની માહિતી પોલીસને લેખિત ફરિયાદમાં આપવામાં આવી છે.
પીડિતના પરિવારે દાવો કર્યો છે કે રાજકોટ પોલીસ સાથે મળીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદમાં પીડિત પરિવારે દાવો કર્યો છે કે અકસ્માત સમયે કારમાં ત્રણ લોકો હતા, જેમાંથી એક વ્યક્તિ ડ્રાઇવર બાજુના દરવાજામાંથી બહાર આવ્યો અને પાછળના દરવાજામાં બેઠો અને પાછળની સીટ પર બેઠેલો યુવાન ડ્રાઇવર સીટ પર આવીને બેઠો. પરિવારનો આરોપ છે કે પોલીસ ખોટા ડ્રાઇવરને રજૂ કરીને કેસ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ મામલે તાલુકા પોલીસે પીડિતને યોગ્ય જવાબ ન આપતાં મામલો હવે ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજકોટ પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના વિભાગના વડા રાજુ દવેના પુત્ર અને ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને અકસ્માત કેસમાં બચાવવા માટે આવી યુક્તિ વાપરી હોવાનું કહી રહ્યાં છે. અકસ્માત કેસમાં પ્રવીણસિંહ બચુભાઈ જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર બનાવીને નબીરાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.