છોટા ઉંદેપુરમાં એક મુસ્લિમ મામાએ હિન્દુ ભાણીનું મોસાળુ ભર્યું હતું. આમ આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જાવા મળ્યું હતું. છોટા ઉદેપુરમાં રહેતા સોનલબેનની દિકરી ઉર્વશી ઠાકરડાનું મોસાળુ મુસ્લિમ મામાએ ભર્યું હતું. શાહીદભાઈ મન્સુરીએ આ મોસાળુ ભર્યું હતું. હિન્દુ બહેનની દિકરીનું મુસ્લિમ મામા પરિવાર મોસાળુ ભરવા નીકળ્યા હતા.
જ્યારે તેઓ બહેનના ઘરે પહોંચ્યા ત્યારે તેમનું ફૂલહારથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાણી ઉર્વશી ઠાકરડાએ ભાવુક થઈવને કહ્યું હતું કે થોડા વર્ષ પહેલા તેના સગા મામામું નિધન થયું હતું. બીજીતરફ તેમના વિસ્તારમાં જ રહેતા શાહીદભાઈ મન્સુરી મારી માતા સોનલબહેનને છેલ્લા ૧૦ વર્ષથી રાખડી બાંધે છે અને ધર્મના ભાઈ માને છે. આજે મારા લગ્નપ્રસંગે મામા શાહીદભાઈ તેમના પરિવાર સાથે મોસાળુ લઈને આવ્યા હતા.
ભાણી માટે મોસાળુ લઈને આવેલા શાહીદભાઈ મન્સુરીએ કહ્યું હતુંકે સોનલબેનના પરિવાર સાથે અમારા ખૂબ જ સારા સંબંધો છે. છેલ્લા ૧૨ વર્ષતી સોનલબેન રક્ષાબંધન પર મને રાખડી બાંધે છે. સોનલબેનની મોટી દિકરી મીનાબેનનું પણ મામેરૂ લઈને અમે સપરિવાર આવ્યા હતા. કોમી એકતા જળવાઈ રહે અને હિન્દુ મુસ્લિમ એક થઈને રહે એ જ ઈચ્ચઉ ંચઉં, એમ શાહીદભાઈએ વધુમાં કહ્યું હતું.
આ પ્રસંગે સોનલબેન ટાકરડાએ કહ્યું હતું કે શાહીદબાઈ મારા ધર્મના ભાઈ છે અને મારી દિકરીનું મામેરૂ લઈને પરિવાર સાથે આવ્યા છે. શાહીદભાઈના પત્ની નાઝમીનબેને કહ્યું હતું કે સોનલબેનની મોટી દિકરી મીનાબેનને ત્યા અગાઉ અમે મામેરૂ લઈને આવ્યા હતા. હાલમાં અમે મીનાબેનની નાની બેન ઉર્વશી માટે મોસાળુ ભરવા માટે આવ્યા છીએ
સ્થાનિક અગ્રણી વિઠ્ઠલભાઈ રાઠવાએ કહ્યું હતું કે આ સંબંધો જળવાઈ રહે તેવી શુભેચ્છા અમે પાઠવીએ છીએ, આ મોસાળુ એક સંદેશ છે. શાહીદભાઈએ એક સારી ફરજ બજાવી છે. અમે તેમને ધન્યવાદ પાઠવીએ છીએ.