જસદણના આલણસાગર ડેમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જસદણના ચિતલીયા કૂવા રોડ પર ઉમિયા નગરમાં રહેતા ૩૪ વર્ષીય કલ્પેશ લાલજીભાઈ ઝીંઝુવાડીયા નામના યુવકે બેકારીથી કંટાળી ડેમમાં પડીને આપઘાત કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ, જસદણમાં છેલ્લા ૧૫ વર્ષથી હીરા ઘસવાનું કામ કરતો કલ્પેશ હાલમાં હીરાની મંદીને કારણે પૂરતું કામ ન મળવાથી પરેશાન હતો. ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાથી બેકારીથી કંટાળી તેણે આત્મહત્યા કરી લીધી હતી. કલ્પેશે ગઇકાલે ઘરેથી નીકળી આલણસાગર ડેમમાં પડી આપઘાત કર્યો હતો. ડેમના કાંઠે તેમનો મોબાઇલ અને આધારકાર્ડ મળી આવ્યું હતું. સરપંચે પરિવારજનોને જાણ કરતાં પરિવારના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને બહાર કાઢી જસદણ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા.