સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ હૈદરાબાદની ૫ સ્ટાર હોટલમાં રોકાઈ હતી ત્યાં જ આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં તમામ ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર લાવી દેવામાં આવ્યા છે. સોમવારે પાર્ક હયાત નામની હોટલમાં આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હોટલના એક ફ્લોર પર આગ લાગવાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમને આ અંગે જાણ કરવામાં આવ હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લીધો હતો.
આઇપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના ખેલાડીઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ બનાવમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ છે કે નહીં તે અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે,એસઆરએચની ટીમનું હોમગ્રાઉન્ડ હૈદરાબાદનું રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે. જેથી ટીમ અહીં રોકાઈ હતી. જીઇૐની ટીમ હાલ બ્રેક પર છે કારણ કે ૧૨ એપ્રિલે ટીમે પંજાબ સામે પોતાના જ ઘરમાં મેચ રમ્યા પછી હવે આગામી મેચ છેક ૧૭મી એપ્રિલે રમાવાની છે. આવામાં ખેલાડીઓને લાંબો બ્રેક મળી ગયો છે. કાવ્યા મારનની માલિકીની એસઆરએચ ટીમે આઇપીએલ ૨૦૨૫માં ધમાકેદાર શરુઆત કરી હતી, પરંતુ તે પછી ટીમે સળંગ ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
નોંધનીય છે કે, આ બ્રેક વચ્ચે આગની ઘટના બનતા એસઆરએચ ટીમના ફેન્સના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ આ બનાવમાં હજુ સુધી ટીમના સભ્ય કે અન્ય કોઈને જાનહાની થઈ
આભાર – નિહારીકા રવિયા હોવાની ખબર આવી નથી.