અમરેલીના હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન સેલ દ્વારા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે મહિલાઓ માટે આજે વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં હ્યુમન રાઈટ્સ (માનવ અધિકારો) અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન સેલના જિલ્લા પ્રમુખ પથીકાબેન, ભાનુબેન, વૃષ્ટીબેન કાનપરિયા અને નેન્સીબેન સરખેજીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાના અધિકારો, સમાજમાં સુરક્ષા માટેની જાગૃતિ અને જાતીય ભેદભાવ સામે લડવા માટે ઉપલબ્ધ કાયદાકીય મદદ વિશે માહિતી આપી હતી. સેમિનારમાં મુખ્યત્વે મહિલાઓના માનવ અધિકારો, ઘરેલુ હિંસા, મહિલાઓ માટે સહાય યોજના જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.