સુરતના મગદલ્લા ગામ ખાતેથી ઉમરા પોલીસે આરોગ્યની ટીમને સાથે રાખીને બોગસ બે ડોક્ટરોને ઝડપી પડ્યા છે. જેમાં બોગસ મહિલા ડોકટર મગદલ્લા ગામમાં પોતાના ઘરમાં જ ક્લીનિક ચલાવતી હતી. બંને પાસે પોલીસે જરૂરી ડોક્ટર સર્ટિફિકેટ માગ્યું હતું. જે બંને બોગસ ડોક્ટર પાસે હતા નહીં જેથી તેમની પોલીસે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા પાંડેસરા પોલીસે ૧૪ જેટલાં બોગસ ડાક્ટરોને ડિગ્રી વગર ક્લીનિક ચલાવતા ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ઉધના ડીંડોલી અને કાપોદ્રા વિસ્તારમાં પણ પોલીસે કેટલાક બોગસ ડાક્ટરોને ડિગ્રી વગર ક્લીનિક ચલાવતા ઝડપી પાડ્યો હતો. ત્યારે હવે ઉમરા પોલીસે મગદલ્લા ગામ ખાતેથી બે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે.
આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુંકે, ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મગદલ્લા ગામ ખાતેથી પોલીસે બાતમીના આધારે મેડિકલની ટીમ સાથે રાખીને એક મહિલા સહિત બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ડોક્ટરની પ્રેકટીસ કરતા હતા. તેઓ લોકોને એલોપેથીક દવાઓ આપતા હતા.
આરોપી મહિલા લલિતાબેન ક્રિપાશંકર સિંહ જેઓ રૂપિયા ૧૦માં રસીદ લઈ આરોપી પ્રયાગ રામ પ્રસાદ પાસે દર્દીઓને મોકલતી હતી. આરોપી પ્રયાગ રામે મ્ઈસ્જી નો અભ્યાસ કર્યો હોવાનું કહેતો. પરંતુ તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી હતી નહીં. તે ધોરણ ૧૦ પાસ છે. અને મહિલા આરોપી લલિતા જે ધોરણ ૧૨ પાસ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડોક્ટરની પ્રેકટીસ કરતા હતા. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.