કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહયોગી શાસન અને સહકારને પ્રોત્સાહન આપવાનો અને ડિલિવરી નેટવર્કને મજબૂત કરીને ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો છે.
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૭
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ બનાવવાની દરેક ભારતીયની મહત્વાકાંક્ષા છે અને રાજ્યો આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે કારણ કે તેઓ લોકો સાથે સીધા જાડાયેલા છે. નીતિ આયોગની નવમી ગવ‹નગ કાઉÂન્સલની બેઠકમાં મોદીએ આ વાત કહી. મોદીને ટાંકીને કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર લખ્યું, “૨૦૨૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ બનાવવાની દરેક ભારતીયની મહત્વાકાંક્ષા છે. રાજ્યો આ લક્ષ્યને હાંસલ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે કારણ કે તેઓ લોકો સાથે સીધા જાડાયેલા છે.પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારતે આ તકોનો લાભ ઉઠાવવો જાઈએ અને આંતરરાષ્ટÙીય રોકાણ માટે તેની નીતિઓને અનુકૂળ બનાવવી જાઈએ. આ ભારતને વિકસિત દેશ બનાવવાની દિશામાં પ્રગતિનો માર્ગ છે.” આ બેઠકમાં ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટબનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભારતને તેની આઝાદીના ૧૦૦મા વર્ષમાં ૨૦૪૭ સુધીમાં ૩૦ ટ્રિલિયન ડોલરની વિકસિત અર્થવ્યવસ્થા બનાવવામાં મદદ કરવા માટે એક ‘વિઝન પેપર’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. નીતિ આયોગને ૧૦ પ્રાદેશિક થીમ્સ પર પરિપ્રેક્ષ્યોને એકીકૃત કરીને ૨૦૨૩ સુધીમાં ‘૨૦૪૭માં વિકસિત ભારત’ માટે સંયુક્ત વિઝન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ વિઝન પેપર વિકાસના વિવિધ પાસાઓને આવરી લે છે, જેમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણને અનુકૂળ પગલાં અને શાસન વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ બેઠકનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહયોગી શાસન અને સહકારને પ્રોત્સાહન આપવાનો અને ડિલિવરી નેટવર્કને મજબૂત કરીને ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો છે. ગવ‹નગ કાઉન્સલ, નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા, જેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ છે. આ બેઠક ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટય પરિષદની ભલામણો પર પણ વિચાર કરવામાં આવ્યો હતો
આ બેઠકમાં મહારાષ્ટના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ, અરુણાચલના નાયબ મુખ્યમંત્રી ચૌના મેઈન, ત્રપુરાના મુખ્યમંત્રી માણિક શાહ, આસામના મુખ્યમંત્રીઓ ભાગ લીધો હતા આ ઉપરાંત મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા પણ હાજર હતાં જયારે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન,હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ,કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા,તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી,પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન,પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગસામી,ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને ભાજપના સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાગ લીધો ન હતો .જદયુ મહાસચિવ કેસી ત્યાગીએ નીતિ આયોગની બેઠકમાં ઘણા મુખ્ય પ્રધાનો હાજર ન રહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ‘નીતિ આયોગની બેઠકમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકાર અને ભંડોળની ફાળવણી પર ચર્ચા કરવામાં આવી છે. આ રાજ્યોના અધિકારોને સુરક્ષિત કરવા માટે છે, પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ઘણા મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કર્યો, જે તેમના પોતાના રાજ્યના વિકાસ માટે હતી.બજેટમાં ભેદભાવનો આક્ષેપ કરીને, કેટલાક બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાંથી દૂર રહ્યા હતા. જાકે વિપક્ષી ગઠબંધનમાંથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જ તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તે પણ બેઠકને અધવચ્ચે છોડીને બહાર આવી ગયા હતાં તેમનો આરોપ છે કે તેમને બોલવાની તક આપવામાં આવી ન હતીનારાજ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, ‘મેં બેઠકમાં કહ્યું હતું કે તમે (કેન્દ્ર સરકાર) રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરો. હું બોલવા માંગતી હતી, પરંતુ મને માત્ર પાંચ મિનિટ માટે જ બોલવા દેવામાં આવી લોકોએ મારી સામે ૧૦-૨૦ મિનિટ વાત કરી. આ કાર્યક્રમમાં વિપક્ષ તરફથી હું એકલી જ ભાગ લઇ રહી હતી પરંતુ તેમ છતાં મને બોલવા દેવામાં આવી ન હતી. આ અપમાનજનક છે.પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના આરોપો પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘સીએમ મમતા બેનર્જીએ નીતિ આયોગનીબેઠકમાં ભાગ લીધો હતો. અમે બધાએ તેમને સાંભળ્યા. દરેક મુખ્યમંત્રીને સમય ફાળવવામાં આવ્યો હતો અને તે સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જે દરેક ટેબલની સામે હાજર હતીપ તેમણે મીડિયામાં કહ્યું કે તેમનું માઈક બંધ છે. આ સંપૂર્ણપણે ખોટું છે. દરેક મુખ્યમંત્રીને બોલવા માટે યોગ્ય સમય આપવામાં આવ્યો હતો…તે દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે તેમનું માઈક બંધ હતું, જે સાચું નથી…તેમણે સાચું બોલવું જાઈતું હતું, તેના બદલે ફરી એક વાર વાર્તા અસત્ય પર આધારિત બનાવવું જાઈએ.