અભિનેત્રી રાગિણી દ્વિવેદીનું નામ ડ્રગ્સ કેસમાં સામેલ હતું. આ મામલામાં સપ્ટેમ્બર ૨૦૨૦માં રાગિણીની ધરપકડ કરવામાં આવી હતી. તે થોડા સમય સુધી જેલમાં પણ રહી હતી.
ચાર વર્ષ બાદ રાગિણી ડ્રગ કેસમાં નિર્દોષ સાબિત થઈ છે. અભિનેત્રી વિરૂદ્ધ કોઈ પુરાવા ન મળતાં હાઈકોર્ટે આ કેસમાંથી નિર્દોષ છોડવાનો આદેશ આપ્યો હતો. આનાથી રાગિણીને રાહત થય છે.
રાગિણી પર ડ્રગ માફિયા સાથે સંબંધ હોવાનો આરોપ હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, તેણે પાર્ટીનું આયોજન કરીને ડ્રગ્સની મંજૂરી આપી હતી. આ કારણોસર, તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ કહેવાય છે કે આ સંબંધમાં કોઈ પુરાવા મળ્યા નથી.
સહ-આરોપીના નિવેદનના આધારે જ રાગિણી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જાકે, રાગિણીના વકીલ એ કોઈ પુરાવા આપ્યા નથી. મોહમ્મદ તાહિરે દલીલ કરી હતી. ન્યામૂર્તિ હેમંત ચંદન ગૌદરની આગેવાની હેઠળની હાઈકોર્ટની સિંગલ મેમ્બર બેન્ચે આ દલીલની તપાસ કર્યા પછી, કેસને રદ કર્યો અને આદેશ જાહેર કર્યો.
રાગિણી દ્વિવેદીએ ‘કેમ્પે ગૌડા’ જેવી ફિલ્મ કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેણે ‘તુપ્પા બેકા ટપ્પા..’ ગીત પર ડાન્સ કરી ફેમસ થઈ હતી. ડ્રગ્સનો કેસ તેની કારકિર્દીમાં એક મોટો ઝટકો પણ લાગ્યો હતો. પરંતુ, હવે તે તમામ આરોપોથી મુક્ત છે.