કર્ણાટકના રાજકારણમાં હની ટ્રેપને લઈને ઘમાસાણ મચેલુ છે. કર્ણાટક વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન વિજયપુરાથી ભાજપના વિધાયક બસનગૌડા પાટિલ યતનાલે દાવો કર્યો કે સહકારિતા મંત્રીને ફસાવવાની કોશિશ કરાઈ હતી. આ મામલે મંત્રી કેએન રાજન્નાએ જવાબ આપતા મોટો ખુલાસો કર્યો છે. એક અખબારમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ સહકારિતા મંત્રી કે એન રાજન્નાએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે પહેલા તો હની ટ્રેપમાં ફસાવાના આરોપોને સ્વીકાર્યા અને કહ્યું કે અનેક લોકો કહે છે કે કર્ણાટક સીડી અને પેન ડ્રાઈવ ફેક્ટ્રી બની ગયું છે. આ એક ગંભીર આરોપ છે. જેમાં કહેવાયું છે કે ટુમકુરુના બે પ્રભાવશાળી મંત્રીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે. તે બેમાંથી એક હું પણ છું.
આ સાથે મંત્રીએ એવો પણ દાવો કર્યો કે સીડી અને પેન ડ્રાઈવ બનાવવામાં સામેલ લોકોએ વિવિધ રાજકીય પક્ષોના ૪૮ લોકોને હની ટ્રેપમાં ફસાવ્યા છે. મંત્રીએ કહ્યું કે જે લોકોની સીડી બનાવવામાં આવી છે તે તમામ લોકો અલગ અલગ રાજકીય પક્ષો સાથે જાડાયેલા છે. મંત્રીએ એવો પણ દાવો કર્યો કે આ મુદ્દો ફક્ત આપણા રાજ્ય સુધી સિમિત નથી. તે સમગ્ર દેશમાં ફેલાયેલો છે. જેમાં દેશભરના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સામેલ છે. હું અહીં મારા વિરુદ્ધ આરોપોનો જવાબ આપીશ નહીં.
હું ગૃહમંત્રીને લેખિત ફરિયાદ આપીશ. તેની તપાસ થવી જાઈએ. એ જાણવું જાઈએ કે તેની પાછળ નિર્માતા અને નિર્દેશક કોણ છે. જનતાને ખબર પડવી જાઈએ. આ એક ખતરનાક જાખમ છે. હવે આ એક એક જાહેર મુદ્દો છે. તેમણે મારા ઉપર પણ તેનો પ્રયાસ કર્યો. મારી પાસે પુરાવા છે. હું ફરિયાદ નોંધાવીશ. તેમાં કોણ કોણ સામેલ છે તે ખબર પડવી જાઈએ. બીજી બાજુ મંત્રીના હવાલે જણાવ્યું કે કર્ણાટકના ગૃહમંત્રીએ તપાસનું વચન આપ્યું છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે કહ્યું કે તેઓ આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપશે. તેમણે વિધાનસભામાં કહ્યું કે જા આપણે સદનની ગરિમા જાળવી રાખવી હોય તો આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલવો જાઈએ. જા રાજન્ના લેખિત ફરિયાદ આપે તો તેના આધાર પર હુ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપીશ. સચ્ચાઈ સામે આવવી જ જાઈએ.
બીજી બાજુ હની ટ્રેપના મુદ્દા પર રાજન્નાના પુત્ર એમએલસી રાજેન્દ્રએ પણ વાત કરતા કહ્યું કે છેલ્લા છ મહિનાથી નેતાઓને ફસાવવાની કોશિશ થઈ રહી છે. કેબિનેટ મંત્રી પહેલા જ નિવેદન આપી ચૂક્્યા છે કે તપાસ થવી જાઈએ. મને લાગે છે કે ગૃહમંત્રી તેની તપાસ કરશે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા અને મંત્રી સતીષ જરકીહોલીએ કહ્યું હતું કે તેમને બેવાર હની ટ્રેપમાં ફસાવવાની કોશિશ થઈ હતી. જા કે બંને વાર નિષ્ફળ રહ્યા. તેમણે કહ્યું કે રાજ્યમાં હની ટ્રેપિંગ કોઈ નવી વાત નથી. હની ટ્રેપના આરોપો પર વિધાનસભામાં ઉગ્ર દલીલો થઈ. ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમારે આ આરોપો સંલગ્ન ધરપકડો અંગે સતર્ક રીત અપનાવેલી છે. જા કે તેમણે પહેલા કહ્યું હતું કે મને નથી ખબર કે કોઈની ધરપકડ થઈ છે કે નહીં, તપાસ થવી જાઈએ.