બિહારમાં ગઠબંધન સરકાર ચલાવનાર ભાજપ અને જનતાદળ યુનાઇટેડ વચ્ચે વધતા મતભેદની વચ્ચે બંન્ને પક્ષોના લોકસભાના સાંસદ સભ્યો રાજયમાં ગ્રામીણ સડક પરિયોજનાઓ અને અન્ય વિકાસ ગતિવિધિઓમાં પ્રગતિની કમી માટે એક બીજા સામે આવી ગયા હતાં અને એક બીજા પર કટાક્ષ કરવા લાગ્યા હતાં.
લોકસભામાં પ્રશ્નોતરી દરમિયાન ભાજપ સાંસદ રામકૃપાલ યાદવે બિહાર સરકારની ટીકા કરતા કહ્યું કે તે વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ કામ પુરૂ કરાવી શકતા નથી જયારે અન્ય રાજય આગળ વધી ગયા છે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહે તે આંકડાનો હવાલો આપ્યો જેનાથી જાણી શકાય કે રાજય હકીકતમાં પીએમજીએસવાઇ હેઠળ લક્ષ્યને પુરી કરવામાં નિષ્ફળ રહ્યું છે તેને સામાન્ય ન લેતા જદયું સાંસદ કૌશલેદ્ર કુમારે મંત્રી ગિરિરાજ સિંહથી સવાલ કર્યો કે શું કાર્ય પુરૂ કરવા માટે નિર્ણાયક પગલા ઉઠાવવા માટે રાજય સરકારના અધિકારીઓની સાથે કોઇ બેઠક કરી છે.
ભારતમાં ગામડાઓનો ચહેરો બદલવા માટે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની પ્રશંસા કરતા ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામકૃપાલ યાદવે કહ્યું કે હું બિહારમાં સરકારથી ખુબ નિરાશ છું.બિહારમાં ફેઝ એક અને ફેઝ ૨માં મંજુર સડકોમાંથી અનેક કિલોમીટર સડક હજુ સુધી પુરી થઇ શકી નથી પહેલા તબક્કા અને બીજા તબક્કાનું કામ બાકી છે અને ત્રીજા તબક્કાનું કામ પણ શરૂ થયું નથી
આ દાવાની પુષ્ટી કરનારા આંકડા રજુ કરતા કેન્દ્રીય મંત્રી સિંહે કહ્યું કે પીએમજીએસવાઇના પહેલા તબક્કામાં ૧,૨૮૭ કિલોમીટર સડકનું નિર્માણ થવાનું બાકી છે,બીજી અને ત્રીજા તબક્કામાં અનુક્રમે ૪૧૧ કિમી અને ૬,૧૨૬૨ રિમી મંજુર કરવામાં આવ્યું છે.તેમણે કહ્યું કે કેન્દ્રીય નિધિથી બાકીના રૂપમાં રાજય સરકારની પાસે હજુ પણ લગભગ ૯૪૯ કરોડ રૂપિયા ઉપલબ્ધ છે.
મંત્રીએ કહ્યું કે રાજય સરકારે ૧,૩૯૦ કિલોમીટર ગ્રામીણ સડકને મંજુરી આપી દીધી છે પરંતુ કાર્ય માટે અરજી હજુ સુધી જારી કરવામાં આવી નથી સિંહે કહ્યું કે હું રાજય સરકારને સમય પર કામ પુરૂ કરવાની વિનંતી કરૂ છું જેથી બિહાર પણ ૧.૨૧૫ લાખ કિલોમીટરના નિર્માણના ભારત સરકારના લક્ષ્યમાં યોગદાન આપી શકે દરમિયાન કેટલાક વિરોધ પક્ષના સભ્યોએ જદયુ અધ્યક્ષ અને સાંસદ રાજીવ રંજન લલનસિંહને પોતાના સાથી કૌશલેદ્રકુમારની પ્રતિક્રિયા પર બોલવા માટે ઉશ્કેર્યા હતાં જેમણે પીએમજીએસવાઇ પર સવાલ યાદીબધ્ધ કર્યો હતો તેમણે ગિરિરાજ સિંહને પુછયું કે એનડીએ બિહારની સાથે સાથે કેન્દ્રમાં પણ સરકાર ચલાવી રહી છે તમે બિહારથી છો અને હું પણ બિહારથી શું શું તમે કયારેય આ મુદ્દાને ઉકેલવા માટે રાજય સરકાર કે તેના અધિકારીઓની સાથે બેઠક કરવાનો પ્રયાસ કર્યો છે.
સિંહે જવાબ આપ્યો કે મેં બિહારના અધિકારીઓ અને સાંસદો સાથે અનેક બેઠકો કરી છે હું મારૂ કામ કરી રહ્યો છું અહીં નેતા છે અને તમા આવી શકો છે અને મારી સાથે બેઠક કરી શકો છે એક મંત્રીના રૂપમાં હું તમામના સંપર્કમાં રહ્યો છું.