હૈદરાબાદના ગોશામહલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ટી. રાજા સિંહ ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે કેરળના સબરીમાલા મંદિરની મુલાકાત દરમિયાન અયપ્પા સ્વામીના ભક્તોને વાવર મસ્જીદની મુલાકાત ન લેવાની સલાહ આપી છે. તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈને વિપક્ષે પણ તેમની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે.
પરંપરા મુજબ, અયપ્પા સ્વામીના ભક્તો સબરીમાલા મંદિરમાં પ્રાર્થના કરતા પહેલા વાવર મÂસ્જદની મુલાકાત લે છે. આ પ્રથા ઘણા દાયકાઓથી ચાલી રહી છે. થોડા દિવસો પહેલા પણ આ જ મુદ્દે નિવેદન આપતાં તેમણે કહ્યું હતું કે અયપ્પા સ્વામીના ભક્તો તેમને ગેરમાર્ગે દોરવાના ષડયંત્રનો ભોગ બની રહ્યા છે. વધુ પ્રશ્ન કરતાં તેણે કહ્યું કે મેં અયપ્પા સ્વામીના કેટલાક પૂજા કાર્યક્રમો જાયા છે જેમાં દરગાહમાં આવતા અને તેમાં શ્રદ્ધા ધરાવતા લોકોને આમંત્રણ આપવામાં આવે છે. કેટલીકવાર, મુસ્લિમોને પણ હાજરી આપવા આમંત્રણ આપવામાં આવે છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને શું આપણે કોઈ જાળમાં તો નથી આવી રહ્યા?
રાજા સિંહે વધુમાં કહ્યું કે અયપ્પાના ભક્તોએ સમજવું જાઈએ કે હિંદુ ધર્મ સ્પષ્ટપણે શીખવે છે કે હિંદુઓએ કબરો પર હાથ નમાવવો જાઈએ નહીં. તેમના મતે જે સ્વામી દીક્ષા માળા પહેરે છે તે મÂસ્જદમાં જઈને અશુદ્ધ થઈ જાય છે. તેમણે કહ્યું કે હું કેરળમાં સબરીમાલા જઈ રહેલા તમામ અયપ્પા સ્વામીઓને વિનંતી કરું છું કે રસ્તામાં એક મÂસ્જદ છે. કોઈ અયપ્પા સ્વામીએ તે માં જવું જાઈએ નહીં.
ઘણા અયપ્પા ભક્તો માને છે કે વાવર મસ્જીદની મુલાકાત સબરીમાલા તીર્થયાત્રાનો એક અભિન્ન ભાગ છે. સબરીમાલા મંદિર ખુલ્લું હોય તે દરમિયાન ભક્તો લગભગ ૧૬૦ દિવસ સુધી મંદિર અને મÂસ્જદની મુલાકાત લે છે. ઇરુમેલી શહેરમાં વાવર મÂસ્જદ અને સબરીમાલા મંદિર વચ્ચેનું અંતર આશરે ૬૦ કિલોમીટર છે.